________________
ધા, મિનિHવતિ ) ઉદાર, મનોજ્ઞ, મનોહર અને નાક અને મનને નિવૃત્તિકારક (તરત જ પરમ આનંદ આપનારો) એ ગંધ બધી દિશાઓમાં અને સર્વે વિદિશાઓમાં પ્રસરી જાય છે તે પ્રમાણે જ તેમનો પણ ગંધ બધી દિશાઓમાં અને સર્વ દિશામાં પ્રસરી જાય છે. ( મ9 gયા રિચા) તો શું આ સર્વ મણિઓને ગંધ પણ આ જાતને જ હોય છે ? ઉત્તર (જો ફળ સમ) આ અર્થ સમર્થ નથી. કેમકે (તે મળી પત્તો તરત જળ guળત્તા) આ સર્વ મણિઓ પોતપોતાના ગંધની અપેક્ષાએ આ પૂર્વે વર્ણવેલા ગંધદ્રવ્યોના ગંધ કરતાં પણ વધારે સરસ ગંધ વાળા માનવામાં આવ્યા છે. એથી તે ઈષ્ટતરક છે. વગેરે બધું કથન પહેલાંની જેમ જ સમજી લેવું જોઈએ.
ટીકાર્થ-તે કૃષ્ણ, નીલ, લોહિત હારિદ્ર અને શુકલ મણિઓને ગંધ આ પ્રમાણે કહેવામાં આવ્યો છે. કેઝ-એક પ્રકારનું ગંધ દ્રવ્ય વિશેષ હોય છે, એની જે પુટિકાઓ હોય છે, તે કેક પુટ છે અહીં જે બધી જગ્યાએ બહુવચન-પ્રાગ કરવામાં આવ્યા છે, તે તેમની અતિશય ગંધને બતાવવા માટે જ કરવામા આવ્યો. તગર પણ એક વિશેષ ગંધ દ્રવ્ય છે. એલા એલચીને કહે છે. ચેય પણ એક વિશેષ સુગધ દ્રવ્ય હોય છે. ચમ્પા નામે પુષ્પ વિશેષ હોય છે. તેમાં ઉગ્ર ગંધ હોય છે. સુગંધિપત્ર યુક્ત એક જાતની વનસ્પતી વિશેષ હોય છે તેનું નામ દમનક છે. કુકું મ નામ કેસરનું છે. ચંદનથી અહીં શ્રીખંડચંદન લેવાયું છે. ઉશીર ખુશખશને કહે છે. આ એક જાતનું તૃણ હોય છે. મરુક નામ મરવા (ડમરા) નું છે. આ પણ એક જાતનું ગંધદ્રવ્ય વિશેષ હોય છે. યૂથિકાનામ જુઈ પુછપનું છે. જાતિનામ જાઈ પુષ્પનું છે. મલ્લિકાનામ મોગરાના પુષ્પનું છે. આ પુષ્પને હિન્દીમાં બેલા પુષ્પ પણ કહે છે. સ્નાન યોગ્ય મલ્લિકા પુષ્પ વિશેષનું નામ સ્નાનમલ્લિકા છે. કેવડાના પુષ્પનું નામ કેતકી છે ગુલાબના પુષ્પ વિશેષનું નામ પાટલીપુષ્પ છે. નવમલ્લિકા પણ એક જાતના પુષ્પ વિશેષનું નામ છે. કાલાગુરુ નામ અગુરૂનું છે. લોંગં નામ લવિંગ છે. કપૂરનું નામ કપૂર છે. વાસ પણ એક જાતનું સુગંધિત દ્રવ્ય વિશેષ હોય છે. આ બધાના પુટથી અહીં આ અર્થ સમજવાને છે કે ઢગલાના રૂપમાં આ સર્વેની જમાવટ કરવી. એથી આ બધાની સુવાસમાં ઉત્કટતા આવી જાય છે. એજ વાત નિમ્ન પદો વડે આચાર્ય શિષ્યને કહે છે કે જ્યારે આ બધા કષ્ટપુટ વગેરે સુગંધ દ્રવ્ય વિટારિત કરવામાં આવે છે–ખાંડણિયામાં ખાંડવામાં આવે છે. નાનાનાના તેના કકડા કરવામાં આવે છે નીચે ઉપર કરવામાં આવે છે એટલે કે વિખેરવામાં આવે
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૭૩