________________
અચિત્ત પ્રવર કુંટુરુષ્ક ધૂપ અને અચિત્ત તુરુષ્ક ધૂપ નાખ્યો. જેથી ત્યાં ખૂબ જ તીવ્ર ગંધનું વાતાવરણ પ્રસરી ગયું. એથી તે સ્થાન એવું રમણીય બની ગયું કે-જાણે તે માટી સુગંધની ગુટિકા (ગોળી) ન હોય ! આ પ્રમાણે કરીને અને કરાવીને તેઓ પોતાના કાર્યથી જલદી નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈને પછી તેઓ જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા. ત્યાં પહોંચી ગયા ત્યાં પહોંચીને તેમણે તે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણે કરી. આમાં તેમણે બંને હાથની આંગળીઓના દશેદશન પરસ્પર જોડાઈ જાય એવી રીતે અંજલી બનાવી અને તેને જમણા કાનના ભાગથી લઈને મસ્તક ઉપર ત્રણ વખત ડાબા કાન સુધી ફેરવી. ત્રણ વાર ફેરવીને તેમણે શ્રમણ ભગવાનને વન્દન તેમજ નમસ્કાર કર્યા. વન્દન અને નમસ્કાર કરીને પછી તેઓ સર્વે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને તે આમ્રપાલવન નામે ઉદ્યાનથી રવાના થઈને તેઓ પોતાની તે દેવજન પ્રસિદ્ધ ઉત્તમ યાવત્ શબ્દ ગૃહીત–પ્રશસ્ત, ત્વરિત, ચપળ, ચંડ, જયશાલી, શીધ્રરૂપ, ઉદ્ધત દિવ્ય દેવગતિથી તિયમ્ લેકવર્તી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં સીધર્મ ક૯પ હતો અને તેમાં પણ જ્યાં સૂર્યભવિમાન હતું અને તેમાં પણ જ્યાં સુધર્માસભા હતી અને તેમાં પણ જ્યાં સૂર્યાભદેવ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે સૂર્યાભદેવને બંને હાથની પૂર્વોક્ત રીતે અંજલિ બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને જય, વિજય શબ્દો વડે વધામણી આપી. “તમારે જય થાઓ તમે વિજયશીલ થાઓ” આ જાતના શબ્દોના ઉચ્ચારણા કરતાં તેનું આભિનંદન કર્યું. અભિનંદન કરીને તેમણે તેના વડે અપાયેલી તે પૂર્વોક્ત આજ્ઞાને સન્માન સહિત પાછી આપી દીધી એટલે કે તમે અમને જે પ્રમાણે કરવાની આજ્ઞા કરી હતી–તે પ્રમાણે જ અમે બધું કામ સરસ રીતે પતાવી દીધું છે. આ જાતનું નિવેદન કર્યું. સૂ. ૭૫
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૪૨