________________
પણ ભૂકે બનાવવામાં સામર્થ્ય હોય, છેક હોય-એટલે કે ૭૨ કલાઓમાં અતિકુશળ હોય, દક્ષ હોય-દરેકે દરેક કાર્યમાં તિલ હોય, પ્ર૪-અગ્રેસર હોય. ચતુર હોય, દરેક ક્રિયાની બાબતમાં સાચું જ્ઞાન ધરાવતો હોય, મેધાવી હોય, પૂર્વાપરના અનુસંધાનમાં જે દક્ષ હોય, એથી જ જે બહુજ સારી રીતે દરેકે દરેક કામમાં કુશળ હેય-એ તે ભત્ય દારક જેમ શલાકા હસ્તક હોય–એટલે કે તૃણ વિશેષથી બનાવવામાં આવેલી સાવરણીને હાથમાં લીધેલી હોય, કે દંડ સંચ્છની-દંડયુક્ત સંમાર્જની સાવરણીને કે વેણુશલાકાની–વાંસની સળીઓની બનેલી સાવરણીને લઈને રાજપ્રાંગણ કે રાજાને રણવાસને કે રાજાના નિવાસસ્થાનના અંદરના ભાગને કે દેવાલયને કે કઈ પરિષદાને કેઈ અપા-પરબન્ને કે કઈ આરામને-નગરની પાસેના અને બધા જેનો ઉપયોગ કરી શકે તેવા કૃત્રિમ વનને કે કઈ પણ ઉદ્યાનને–નગરની પાસેના એવા વાહન વ્યવહારવાળા તેમજ ક્રીડાગૃહ વગેરેથી સંપન કૃત્રિમ વનને, ત્વરા રહિત ચપલતા રહિત સંભ્રમ રહિત થઈને સારી રીતે સ્વચ્છ બનાવે છે. તેમજ સૂર્યાભદેવના તે આભિગિક દેવોએ સંવતક વાયુઓની વિકુવણ કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસેની એક યોજના જેટલી વર્તુલાકાર ભૂમિને સારી રીતે પ્રમાજિત કરી દીધી સાફ કરી દીધી જે અત્વરિત વગેરે ક્રિયાવિશેષણે લગાડવામાં આવ્યાં છે. તેમનાથી સૂત્રકાર એ વાત સ્પષ્ટ કરવા માગે છે કે વરા વગેરેથી યુક્ત થઈને કરવામાં આવેલું વાસીદું. વાળવા જેવું કામ સારી રીતે થઈ શકતું નથી. નિરંતર અને સુનિપુણ પદથી અહીં એ વાત સમજાવવામાં આવી છે કે રાજાણ વગેરેના જે અંતરાલના સ્થળે છે તેમાં જેટલે કચરો વગેરે છે તેની સફાઈ કરવાથી જ રાજાણ વગેરેની સારી રીતે સ્વરછતા થઈ શકે તેમ છે. “સર્વતઃ સમત્તાત્ ” આ પદ અહીં એ વાત બતાવે છે કે તેમની સાકસકી ચોમેર-ચારે દિશાઓમાં અને ચારે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧