________________
ટીકાથે–ત્યાર પછી સૂર્યાભદેવથી પ્રેરાયેલા તે આભિગિક દેવે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર વડે આ રીતે સમજાવવામાં આવ્યા ત્યારે તેઓ હૃષ્ટ-તુષ્ટ યાવત્ આનંદિત થઈને મનમાં પરમપ્રીતિ સંપન્ન થયા. તેમનું મન એકદમ પ્રસન્ન થઈ ગયું. તેમનું હૃદય આનંદ તેમજ ઉલ્લાસથી તરબોળ થઈ ગયું તેમણે શ્રવણ ભગવાન મહાવીરની વંદના-સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. વન્દન–નમસ્કાર કરીને તેઓ તત્કાલ ત્યાંથી ઈશાન દિશા તરફ ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાત કર્યો. વિક્રિય સમુદ્દઘાત કરીને તેમણે સંખ્યાત યોજન પ્રમાણ દંડરૂપમાં પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢયા. તેમાં તેમણે રત્નોના યાવત શબ્દગ્રાહ્યા અને પાંચમા સૂત્રમાં વણિત વજન, લોહિતાક્ષોને, મારગલોને, હંસગર્ભ રને, પુલકરત્નને, સાગધિકેને તીરસેને, અંજનેને, પુલાકને, રજતોના, જાતરૂપના, અકેના સ્ફટિકના અને રિના યથા બાદર–અસાર પુદગલેને, ત્યજીને અને તેમના જ યથા સૂકમસારભૂત પુદ્ગલેને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને સિત સંવર્તક વાયુના નિર્માણ માટે બીજી વખત પણ વૈક્રિય સમુદ્દઘાત કર્યો. વૈકિય સમુદ્દઘાત કરીને સંવર્ત નામના પવનની તેમણે વિક્ર્વણા કરી એટલે કે પિતાની વિદિશક્તિ વડે તેને ઉત્પન્ન કર્યો. જેમ કેઈ ઉપર કહ્યા મુજબ ગુણથી સંપન્ન બૃત્યદારક હોય અને તે તરુણ–ચાવન સંપન્ન હોય કે પ્રવર્ધમાન વયવાળો હોય. અહીં આ જાતની શંકા ઉદ્ભવી શકે છે કે દારક હોય છે. પ્રવર્ધમાનવયવાળે તે હેયજ છે. પછી અહીં “પ્રવર્ધમાનયા' આ જાતના વિશેષણની શી આવશ્યક્તા હતી. ? કેમકે દારક પદથી જ પ્રર્ધમાન વય રૂ૫ અર્થનું જ્ઞાન દઈ જ જાય છે. એટલે આ પદ એક રીતે નિરર્થક જ કહેવાય. તે આને જવાબ આ પ્રમાણે કે જે દારકનું મરણ એકદમ પાસે આવી ગયું હોય તેમાં પ્રવર્ધમાન વયસ્કતાને અભાવ હોય છે. અને તેમાં વિશિષ્ટ સામર્થ્યને પણ અભાવ હોય છે. એથી જ અહીં તરુણ મટે “ગવર્ધમાવનાર' આ જાતનું વિશેષણ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧