________________
નામકર્મના ઉદયથી જન્મ હોવાથી પ્રશસ્ત, શીધ્રગતિશીલ હવા બદલ ત્વરિત, પ્રદેશાંતર ઉપર સંક્રમણ સંપન્ન હોવાથી ચપળ, કોલાવિષ્ટની જેમ શ્રમની અસંવેદનતાને લઈને ચંડ જેવી ચંડ, શીઘત્વ ગુણયુક્ત હોવાથી શીઘરૂપ, પરમોત્કૃષ્ટવેગ પરિણામથી યુક્ત હોવાથી જવનશીલ, તેમજ ઉધૂત-પવનથી ઉડાવવામાં આવેલી ચોમેર દિશાઓમાં પ્રસરેલી રજનીગતિ જેવી દેવલોક ભવદેવ ગતિથી તિર્યંગ લેકમાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોને–અસંખ્યાતદ્વીપને અને અસંખ્યાત સમુદ્રોને ઓળંગતા જ્યાં જ બૂઢીપ નામે દ્વીપ હતો, તેમાં પણ જ્યાં ભરતક્ષેત્ર હતું, તેમાં પણ જ્યાં આમલકપા નગરી હતી, તેમાં પણ જ્યાં આમ્રપાલવન નામે ચૈત્ય હતું અને તેમાં પણ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ભગવાન મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા નિક દેવ અરિહંત ભગવંતોની વંદનાકરી, એટલે કે અંજલિપુટ બનાવીને તેને જમણા કાનના મૂળ ભાગથી લઈને લલાટ પ્રદેશ પરથી ડાબા કાનના મૂળ ભાગ સુધી ચક્રાકાર રૂપમાં ત્રણ વખત ફેરવીને લલાટ પ્રદેશમાં સ્થાપન રૂપ આદક્ષિણ પ્રદક્ષિણ કર્યું આ વિધિ પતાવીને તેણે તેમને વંદના કરી સ્તુતિ કરી, નમસ્કાર કર્યા, વંદન તેમજ નમસ્કાર કરીને પછી તેમણે આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત ! અમે સૂર્યાભદેવના સેવક દેવ છીએ. તેઓશ્રી અને અમે બધા આપને વંદન કરીએ છીએ. તેમજ કલ્યાણકારી હોવાથી કલ્યાણસ્વરૂપ, દુરિતપશામકારી હેવાથી મંગળ સ્વરૂપ, ત્રણે લોકોના અધિપતિ હોવાથી દેવસ્વરૂપ તેમજ સકળ વસ્તુઓના પ્રકાશક હોવાથી ત્યજ્ઞાનસ્વરૂપ આપની અમે સેવા કરીએ છીએ. તે સૂટ પ છે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૯