________________
ટીકાર્ય–સૂર્યાભદેવ વડે અપાયેલી આજ્ઞા બાદ તે સર્વે આભિગિક (આજ્ઞાકારી) દેવો હૃષ્ટ તેમજ તુષ્ટ થયા યાવત્ તેમનું મન આનંદથી તરબળ થઈ ગયું. તેમજ મનમાં ખૂબજ પ્રીતિ ઉત્પન્ન થઈ. તેઓ પરમ સીમનસ્થિત થઈ ગયા. તેમનું હૃદય આનંદિત થઈને હર્ષોન્મત્ત થઈ ગયું. તેમણે તરત જ બંને હાથની હથેળીઓ એકઠી કરીને તેમજ દશેદશ આંગળીઓને એવી રીતે તેઓએ ભેગી કરી કે જેથી તેમની હાથની આકૃતિ અંજલિ જેવી થઈ ગઈ આ રીતે ખૂબ જ નમ્રપણે અંજલી બનાવીને તે દેવોએ તેને પિતાના મસ્તક ઉપર ફેરવીને સૂર્યાભદેવને વિનંતી કરતાં કહ્યું કે હે દેવ ! જેવી આપે અમને આજ્ઞા કરી છે તેમજ અમે કરીશું. આમ કહીને તેઓએ નમ્રતાથી તે આજ્ઞાના વચનેને સ્વીકારી લીધા. એટલે કે અમે આજ્ઞાપાલન કરીશું એમ કહી તેમની આજ્ઞા નમ્રપણે સ્વીકારીને તેઓ ત્યાંથી તરત જ ઈશાન કોણમાં ગયા. ત્યાં જઈને તેમણે વિકિજ સમુદ્દઘાત કર્યો. વૈક્રિય ઉત્પાદન માટે જે સમુદઘાત આત્માના પ્રદેશોના મૂળ શરીરને ન છોડતાં શરીરમાંથી બહાર કહાડવામાં આવે છે તેનું નામ વૈકિયસમુદ્દઘાત છે, આ પ્રમાણે વૈક્રિય સમુઘાતથી યુક્ત થઈને તેમણે સૌ પહેલાં પોતાના આત્માને આત્મ પ્રદેશને સંખ્યાત જન પ્રમાણવાળા દંડના રૂપમાં ઉર્ધ્વ, અધ: આયત જીવ પ્રદેશના સમૂહને પોતાના શરીરમાંથી બહાર કાઢવા તેમાં તેમણે ચક્ષુ-ઈન્દ્રિયવડે ગ્રાહ્ય એવા પુદ્ગલોને ત્યજીને સૂમ પુગલોને ગ્રહણ કર્યાં હવે એજ બતાવવામાં આવે છે. કર્કેતન વગેરે રત્નના વમણિઓના વૈડૂર્યમણિઓના, લેહિતાક્ષ મણિ એના મસારગલ્લ મણિઓના, હંસગર્ભમણિઓના પુલાક મણિયેના સૌંગધિકેના,
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧