________________
અને ઉપલક્ષણથી તત્તપદાર્થગત પુદ્દગલ પરમાણુઓનાં વિઘટન ઉચટનની અપેક્ષાથી આ પદ્મવદિક અશાશ્વતી અનિત્ય- કહેવામાં આવી છે. તાત્પર્ય આનું એ છે કે પર્યાયાસ્તિકનય પર્યાયને જ પ્રધાનરૂપથી માને છે દ્રવ્યને નહિ પર્યાય પ્રતિક્ષણ ભાવી હોય છે, એથી તે વિનાશી હોય છે આ અપેક્ષાએ દરેકે દરેક વસ્તુ અશાશ્વત છે આ પ્રમાણે હે ગૌતમ! આ પદ્મવદિક દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયના મત મુજબ “ત્ત શાશ્વતી, સ્થાત્ કરાશ્વતી 'આમ કહેવામાં આવી છે, દ્રવ્યાસ્તિનયના મત મુજબ બધી વસ્તુઓ નિત્ય છે. ઉત્પાદવિનાશરૂપ જે તેમની અવસ્થાએ છે તે તે સપના ઉત્કણત્વ, વિફણત્વની જેમ ફક્ત આવિર્ભાવ તીરભાવ માત્ર છે. નિયમ આ પ્રમાણે છે કે પદાર્થ સર્વથા અસત્ હોય છે તેનું ઉત્પાદન થતું નથી અને જે એકદમ સત્ય છે તેનો વિનાશ થતું નથી. “નારતો વિચરે માવો, નામાવો વિદ્યતે સતઃ”ન મુજબ આ પદ્વવર વેદિકા શું ઘટાદિકની જેમ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વતી છે? કે સર્વકાલમાં એક રૂપથી શાશ્વતી છે? આ જાતની દ્વિધામાં પડેલા ગૌતમ પ્રભુને પ્રશ્ન કરે છે કે હે ભદંત ! ઉક્ત સ્વરૂપવાળી પદ્મવર વેદિક કાળની અપેક્ષાએ “રિજ મવતિ' કેટલાકાળ સુધી રહે છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તે પદ્મવરવેદિકા પહેલાં કોઈ પણ દિવસે નહોતી, આમ નથી પરંતુ અનાદિ દેવા બદલ તે સર્વદા હતી. આ પ્રમાણે જ તે વર્તમાનમ, નથી આમપણ નથી કેમકે સર્વકાળ રહે છે. આ પ્રમાણે જ તે ભવિષ્યકાલમાં પણ કદી નહીં હોય આમ પણ નથી કેમકે તે સદા રહેનારી છે. આ પ્રમાણે નિષેધ મુખથી તે પદમવરદિકામાં ત્રિકાલ સ્થાયિતા કહીને હવે સૂત્રકાર વિધિમુખથી ત્રિકાલ સ્થાયિતાનું કથન કરતાં કહે છે. “અહિં ” ઇત્યાદિ તે પમવરવેદિકા હે ગૌતમ પહેલાં હતી જ હમણાં છે જ અને પછી પણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૯૮