________________
તો, સત્તાપ છે, ચંપણ ગૂ) આ પ્રાસાદાવર્તાસકમાં મહદ્ધિક યાવતું પત્યોપમની સ્થિતિવાળા ચાર દે રહે છે. તેમના નામો આ પ્રમાણે છે. અશોક સતવર્ણ ચંપક અને આમ્ર.
ટીકાથ–તે ચાર વનખંડમાંથી દરેકે દરેક વનખંડોના બહુમધ્ય દેશભાગમાં પ્રાસાદમાં મુકુટરૂપ એવા શ્રેષ્ઠ પ્રાસાદો કહેવાય છે. આ પ્રાસાદાવાંસકોની ઊંચાઈ ૫૦૦ પાંચસે લેજના જેટલી છે અને વિસ્તાર ૨૫૦ બસો પચાસ યોજના જેટલો છે. આ પ્રમાણે આ બધાં પ્રસાદાવતંસકે બહુ જ ઊંચા છે. અને પોતાની ઉજજવળ પ્રભાથી આમ લાગે છે કે જાણે એ સર્વે હસી ન રહ્યા હોય આ પ્રાસાદાવાંસકોનું વર્ણન “વિવિમરચામત્તિવિત્તા” થી માંડીને “ટિવ' સુધીના પદ સુધી સમજવું જોઈએ. આ વાત અહીં “તદેવ, પદથી સ્પષ્ટ કરવામાં આવી છે, તેમજ આ સર્વે પ્રાસાદાવતંસક ઘણી જાતના ચંદ્રકાંત વગેરે મણિઓની તેમજ કકેતન વગેરે રત્નોની રચનાથી અદ્દભુત થઈ પડ્યા છે. તથા પવનથી પ્રકંપિત અને વિજય સૂચક એવી મોટી મોટી દવાઓથી લઘુપતાકાઓથી અને ઉપયું પરિસ્થાપિત છત્રોથી મંડિત થઈ રહ્યા છે. તુંગ ઘણું ઊંચા–છે એથી જ એમના શિખરો આકાશતલને ઉલંધિત કરનારા જેવા લાગે છે. રત્ન જટિત છે ગવાક્ષ જેમનામાં એવા મધ્યભાગથી આ સર્વે યુક્ત છે. જેમ વાંસ વગેરેથી બનાવવામાં આવેલી પેટીમાંથી બહાર કાઢવામાં આવેલું રત્ન અવિનષ્ટ કાંતિવાળું હોય છે. ઉજજવલ કાંતિવાળું હોય છે, અતીવ સુશોભિત. હોય છે, આ પ્રમાણે જ તે પ્રાસાદાવતંસકો પણ શોભા સંપન્ન છે. એમના શિખર ભાંગે મણિ સહિત સુવર્ણના બનેલા છે. એમના દ્વાર વગેરે ઉપર પ્રફુલ્લિત સામાન્ય પુંડરીક-ત-કમળ-ચિત્રિત છે. એથી એમના દ્વારા અતીવ સેહામણું લાગે છે. ભીંત વગેરે ઉપર નિર્મિત તિલકરત્નથી અને દ્વાર વગેરે ઉપર બનાવવામાં આવેલી ચન્દ્રાકૃતિઓથી આ સર્વે યુક્ત છે. તેમજ અનેક મણિઓ વડે બનાવવામાં આવેલી દામ-માળાઓથી ઓએ સુશોભિત છે. એઓ બધા અંદર બહાર એકદમ લીસા છે. એમના અંતરાલે સ્વણની રેતીથી બનાવવામાં આવેલા છે. એમના સ્પર્શી સુખજન છે, આ બધા સુંદર રૂપવાળા છે. એટલે કે શોભા સંપન્ન છે. દર્શનીય છે. પ્રેક્ષણય છે, જેનારાઓના મનને આનંદ આપનાર છે. અભિરૂ૫-સર્વકાળ માટે રમણીય છે, અને પ્રતિરૂપ-સર્વોત્તમ છે. અહીં બહુ સમરમણીય ભૂમિભાગનું વર્ણન
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
૧૮૮