________________
પ્રભુના દર્શન, વન્દન અને તેમના પાસેથી ધર્મ સાંભળવાની તીવ્ર લાલસા અંત:કરણમાં વધવા લાગી. ચિત્તમાં ઘેાડી પણ ઉદાસીનતા ન હતી. પ્રભુની તરફજ તેમની વિચાર ધારાના પ્રવાહ અવિચ્છિન્ન વહેતા હતા. તેનું મન એકદમ રાજકાજની ચિન્તાથી નિવૃત્તિ પામીને અપૂર્વ હાલ્લાસથી યુકત થઇ પરમ શાંતિના અનુભવ કરી રહ્યું હતું. હર્ષોંના આવેગમાં રાજાનું હૃદય ભરાઇ ગયું હતું. રાજાએ સ્નાન કર્યું અને કાગડા આદિ પ્રાણીઓને માટે અન્ન દેવા રૂપ લિકમ કર્યું. રાત્રીમાં માઠાં સ્વપ્ન થયાં હોય તેના દોષાની નિવૃત્તિ માટે કૌતુક–મષીતિલકાદિ, મંગલ-દધિ, અક્ષત (ચાખા) આદિનું ધારણરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું, અને સભામાં જવા યોગ્ય સુન્દર બહુ મૂલ્યવાન વસ્ત્ર, તથા તદ્ન આછા ભારવાળા છતાં મૂલ્યમાં અધિક એવા અલકાર પહેર્યાં. તમામ પ્રકારથી સજાયમાન થઈને એક સુંદર ગજરાજ (હાથી) પર સ્વારી કરી. તે સમયે રાજાના મસ્તક પર કોરટના પુષ્પોની માલાથી શાભતુ છત્ર, પાતાના તેજથી સૂર્યના તેજનું નિવારણ કરતુ ચમકી રહ્યું હતું. આજી-ખાજી અન્ને તરફ શર ઋતુના વાદળ સમાન શુભ્ર-ઉજજવલ એ ચામર ઢળી રહેતાં હતાં. જોનારાને અ સમયે રાજા સાક્ષાત્ કુબેર જેવા દેખાતા હતા. ઇન્દ્ર-સમાન વિશેષ પ્રકારની સંપત્તિથી યુકત એ રાજા પેાતાની ચતુરગિણી ઘેાડા, હાથી, રથ અને પાયđલથી સમન્વિત સેના સહિત જે તરફ ચંદનપાદપ નામના બગીચા હતો તે તરફ જવા માટે ચાલતા થયા. તે રાજાના આગળ મેટા–મોટા ઘેાડાઓ પર સ્વાર થયેલા રક્ષકેા ચાલતા હતા. અને તરફ દિગ્ગજ જેવા મદેાન્મત્ત ગજરાજ, પાછળના ભાગમાં રથાના સમૂહ, આગળ-આગળ આઠ-આઠે મગળ તેના માને મંગળમય બનાવીને ચાલતાં હતાં. એ પ્રમાણે તે વિજય નામના રાજા કે જેના પર પોંખા ઢોળાઇ રહ્યા છે, ઉચાળેલું વેત છત્ર જેના ઉપર શેભિત થઇ રહ્યું છે, અને ચામર જેની ખન્ને બાજુ ઢોળાઈ રહેલ છે, તે પોતાની સમસ્ત ઋદ્ધિ, સમસ્ત સમૃદ્ધિ, સકલ વસ્ત્ર અને આભરણાની કાંતિ, સમસ્ત સૈન્ય, સમસ્ત પરિવાર આદિના સમૂહ અને પેાતાની તમામ વિભૂતિથી સારી રીતે સુસજ્જિત થઈને મોટા સભ્રમની સાથે, અનેક પ્રકારના એકસાથે વાગતા શંખ, પણવ, પહ, ભેરી, ઝાલર, મૃત્રંગ, હુન્નુભિ આદિ વાજીંત્રાના ગગનભેઢી ગડગડાટથી મૃગાગ્રામને શબ્દમય કરતા ગામના મધ્યભાગમાંથી નિકળ્યા છે. ‘માત્ર પ્રવાસઽ' ચાલતાં ચાલતાં જ્યારે તે બગીચાની નજીક પહોંચ્યા ત્યારે ઘેાડે દૂર પર ભગવાનના અતિશયરૂપ છત્ર, ચામર આદિ બાહ્ય વિભૂતિ તેની દૃષ્ટિએ પડી, તેમને જોતા જ તે રાજા હાથી ઉપરથી નીચે ઉતરી ગયા, અને તલવાર, છત્ર, ચામર આદ રાજચિહ્નોને ત્યાગ કરીન જે સ્થળે શ્રમણ
શ્રી વિપાક સૂત્ર
૨૬