________________
બાળકની હત્યા કરનારા હતા. વિશ્વાસઘાતી, જુગારી અને જે ધૂર્ત–ઠગ હતા, તે તમામને રાજપુરુ-રાજાના નોકરો દ્વારા પકડાવી લીધા પછી તેને ચિત્તા પાડતા, અને તેના મુખને એક લેઢાના ડંડાથી પહેલું કરાવીને કેટલાકને તપાવેલા ગરમ પીગળાવેલા તાંબાને રસ પીવડાવતા હતા, કેટલાકને એવા જ પ્રકારને જસદને રસ, કેટલાકને સીસાને રસ, પીવડાવતા હતા, કેટલાકને ગુનામિશ્રિત તપાવેલું તેલ પીવડાવતા હતા, કેટલાકને મીઠું મેળવેલું તેલ પાતા હતા, અને તપાવેલા તાંબા આદિકથી તેના શરીર પર ઈચ્છા પ્રમાણે ડામ દેતા હતા, પછી તેને ચિત્તા પાડીને કેટલાકને ઘેડાનું મૂત્ર પાતા, કેટલાકને હાથીનું મૂત્ર, કેટલાકને ઉંટનું મૂત્ર કેટલાકને બળદનું મૂત્ર, કેટલાકને ઘેટાનું મૂત્ર, કેટલાકને પાડાનું મુત્ર પાતા હતા, તે પછી તેમાંના કેટલાકને મુખ નીચું કરાવીને બલાત્કાર (જબરદસ્તી) થી વમન ઉલટી કરાવતા હતા, અને તે ઉલ્ટી પાછી તેને જ ખવડાવતા, ફરી ઉલ્ટી કરાવતા, અને તેને જ ખવડાવતા આ પ્રમાણે તેને પ્રાકૃત્તિક કષ્ટ પહોંચાડતા હતા, પછી કેટલાકને હાથકડીઓથી બાંધીને જકડી લેતા, કેટલાકના પગમાં બન્ધન નાખતા એને બાંધી દેતા, કેટલાકને ખીલા સાથે બાંધતા કેટલાકને બેડીઓથી તંગ કરી દેતા, કેટલાકનાં શરીરને મરોડી કરી વાકું-ચુંકું કરી બાંધતા, કેટલાકને લેઢાની સાંકળથી બાંધી દેતા, કેટલાકના હાથ કાપી નાંખતા, પગ કાપી નાખતાં હતાં, કાન, નાક, હઠ, જીભ અને મસ્તક કાપી નાખતા હતા. કેટલાકને કરવતે વડે કરીને વેરી નાખતા હતા, પછી કેટલાકને તે ગુલતા વાંસની સોટીઓથી માર મરાવતા, કેટલાકને આંબલીની લીલી સેટીઓથી કેટલાકને ચિકણા ચામડાના કોયડાથી, કેટલાકને ચામડાની ગંઠેલી સેટીઓથી કેટલાકને વૃક્ષની છાલમાંથી બનાવેલી દેરડીઓથી ખૂબ માર-મારતા હતા, કેટલાકને ચિત્તા સુવાડીને તેની છાતી પર મોટી મોટી શિલાઓ રાખી દેતા, અને તે શિલાઓ પર લાકડીઓ રાખીને તે પછી લાકડીઓને બન્ને કાનોને પુરુષ પાસે પકડાવીને વેલણની માફક તેને તેની છાતી પર ફેરવતા, તેથી તેની હડ્ડી–હાડકાંઓને ચૂરેચૂરો થઈ જાતા, કેટલાકને તાંતથી વરત્રાએથી–ચામડાંની ગુંથેલી મેટી દેરડીઓથી વકલ-વૃક્ષની છાલની બનાવેલી દેરડીઓથી અને સૂતરના મેટાં દેરડાથી તેના બન્ને હાથ-પગને બંધાવી દેતા, પછી તેનું માથું નીચે અને પગ ઉપર રખાવીને કુવામાં લટકાવી દેતા, અને તેવી હાલતમાં તેના મુખને પાણીમાં ડુબાડીને તેને તે કુવાનું પાણી પીવડાવતા હતા, કેટલાકના તલવારથી અંગ ઉપગેને કાપી
શ્રી વિપાક સૂત્ર
૧૭૭