________________
છે.” બ્રાહ્મણ આદિ જાતિ સાથે સંબંધ રાખનાર સ્ત્રિઓની કથા કહેવી તે જાતિ કથા કહેવાય છે. “જેમ કે” પતિ વિના જીવન વ્યતીત કરનાર બ્રાહ્મશુઓને ધિકાર છે, કારણ કે તેઓ જીવતી હોવા છતાં પણ એક રીતે તે મૃત જેવી જ છે. ” “તે શુદ્ર જાતિની સ્ત્રિઓને ધન્ય છે કે જે લાખપતિ હોવા છતાં પણ નિંદિત થતી નથી.” આ બીજી જાતિ કથાના દષ્ટાંત છે. જે કુળ સાથે સંબંધ રાખનારી સ્ત્રી વિષેની કથાને કુળ કથા કહે છે. જેમ કે “અહો ! ચાલુક્ય વંશની સ્ત્રીઓનાં સાહસ જગતમાં સૌથી વધારે હોય છે, કારણ કે પતિનું મૃત્યુ તથા તે પ્રેમભગ્ન થવાથી જીવતી અગ્નિમાં પ્રવેશ કરી બળી મરે છે. ” સ્ત્રીઓનાં રૂપ સાથે સંબંધ રાખનારી કથાઓને રૂપકથા કહે છે. જેમ કે લાટ દેશની સ્ત્રિઓ ચન્દ્રમુખી હોય છે, કમળનયની હોય છે, તેમની વાણીમાં મીઠાશ હોય છે, તેમના બંને કુચ પુષ્ટ અને સ્થળ હોય છે. એવી સુંદર સ્ત્રી કેને ન ગમે ? એવી સ્ત્રીઓ તે દેવેને પણ દુર્લભ છે. નામને અનુલક્ષીને જે કથામાં સ્ત્રી સંબંધી સૌદર્યનું વર્ણન કરાયું હોય છે તે નામ કથા કહેવાય છે. કે “આ સ્ત્રીનું નામ જેટલું સુંદર છે એટલી જ તે રૂપ અને ગુણમાં પણ સુંદર છે. સ્ત્રીની વેશભૂષા આદિની ચર્ચા જે કથામાં હોય છે તે નેપથ્ય કથા કહેવાય છે. જેમ કે “ ઉત્તરની સ્ત્રીએને ધિક્કાર છે, જે અનેક વસ્ત્રોથી આચ્છાદિત રહે છે, કારણ કે તે પ્રમાણે રહેવાથી તેમનું યૌવન યુવાનની આંખેને આનંદ પ્રદાન કરતું નથી.” સ્ત્રિએનાં પરિજનોને અનુલક્ષીને જે કથા કહેવાય છે તે પરિજન કથાઓ છે. જેમ કે તે સ્ત્રીને દાસિજન રૂપ પરિવાર પણ ઘણે સુંદર, નિપુણ, ભાવરૂ, નેહાળ, દક્ષ-વ્યવહાર કુશળ, વિનીત અને કુલીન છે” સાધુએ એવી સ્ત્રી સંબંધી દેશાદિ કથાઓ રાગ ભાવથી યુક્ત થઈને કહેવી જોઈએ નહીં. તથા એ જ પ્રકારની સિઓ સાથે સંબંધ રાખનારી ભંગાર રસ અને કરુણ રસ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૪૦