________________
તેમની સાથે મન ગમતું વર્તન કરતાં જરા પણ સંકેચ રાખતા નથી. તેઓની માન્યતા એવી જ હોય છે કે મનુષ્યના ઉપયોગને માટે જ આ બધા જીવો છે. તેથી મનુષ્ય ઈ છે તે રીતે તેમને ઉપયોગ કરી શકે છે. આ સંસાર ત્રસ અને સ્થાવર જીથી ભરેલું છે. ત્રણ સ્થાવર છો અનેક પ્રકારના હોય છે. તેમની જાતિઓ જુદી જુદી રીતે અનેક પ્રકારની છે. તિર્યંચ જાતિના જીવ કે જે પચેન્દ્રિય છે, તેમના ત્રણ પ્રકાર છે–જળચર, નભચર અને સ્થલચર, તેમાં જળમાં રહેતા જીવને જળચર કહે છે. તેમને વિષે સૂત્રકારે અહીં પિતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે, “પાઠીન” નામનું એક ખાસ પ્રકારનું મત્સ્ય હોય છે. તિમિ પણ એક પ્રકારના મત્સ્યનું નામ છે, તેનું કદ મોટું હોય છે. એ તિમિને જે ખાઈ જાય છે તેને તિમિંગલ કહે છે, અને તે પણ એક જાતને મસ્ય જ છે. બીજી પણ નાની નાની જે માછલીઓ હોય છે તેનું “મને ” શબ્દ દ્વારા અહીં ગ્રહણ કરાયેલ છે. કચ્છપ એટલે કાચ, તેના અસ્થિક૭૫ અને માંસ કરછપ એવા બે ભેદ છે. શુંડાગ્રહ અને અમુંડાગ્રાહ, એ પ્રકારના ગ્રાહના પણ બે ભેદ હોય છે. એ જ રીતે દિલિષ્ટક, મન્ક, સીમાકાર” પુલક, અને શિશુમાર પણ ખાસ પ્રકારનાં જળચરે છે. એ બધાંની તે નિર્દય વ્યક્તિ હિંસા કર્યા કરે છે, અને તે સિવાયનાં બીજા જે જળચર જ હોય છે, તેમની પણ હત્યા કરવામાં તેમને મજા આવે છે. સૂ-દા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૯