________________
બ્રહ્મચર્ય કે સ્વરૂપ કા નિરૂપણ
ચોથા સંવરદ્વારનો પ્રારંભ ત્રીજા અદત્તાદાન વિરમણ નામને સંવરદ્વારનું વર્ણન પૂરું થયું, હવે અનુકમે આવતા ચોથા બ્રહ્મચર્ય નામના સંવરદ્વારનું વર્ણન શરૂ કરવામાં આવે છે. તેને આગળના સંવરદ્વાર સાથે આ પ્રમાણે સંબંધ છે-જ્યાં સુધી મિથુન વિરમણ થાય નહીં ત્યાં સુધી ત્રીજું સંવરદ્વાર સંભવિત થઈ શકતું નથી, તેથી તેનું કથન કર્યા પછી હવે સૂત્રકાર આ ચોથા સંવરદ્વારની શરૂઆત કરે છે. તેનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“લંગૂ” ઈત્યાદિ–
ટીકાઈ–“વ” હે જંબૂ ! “gો ચ” અદત્તાન વિરમણ નામના સંવરકારની સમાપ્તિ પછી હવે હું “વંમર ” બ્રહ્મચર્ય નામના ચોથા સંવરદ્વારનું વર્ણન કરૂં. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. “ઉત્તમતવનિયમનાજહંસગરિર વિજયમૂરું” અનશન આદિ બાર પ્રકારનાં ઉત્તમ તપનું, ઉત્તમ અભિગ્રહ આદિ રૂપ નિયમનું, પદાર્થોના વિશિષ્ટ ધરૂપ ઉત્તમ જ્ઞાનનું, પદાર્થોના શ્રદ્ધાન રૂપ ઉત્તમ દર્શનનું સાવદ્યમ વિરતિરૂપ ઉત્તમ ચારિત્રનું, અને અભ્યસ્થાન આદિ રૂપ ઉત્તમ વિનયનું, મૂળની જેમ આ બ્રહ્મચર્ય મૂળકારણ છે. તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર