________________
""
વિવિક્તવાસવસતિ સમિતિનાં ચેાગથી સ્ત્રી, પશુ, પડકથી રહિત એવા એકાન્ત નિવાસ સ્થાનમાં વસવારૂપ સમિતિના સંબંધથી “ માવો અંતરા ’” ભાવિત જીવ “ નિચ્ચું ” સદા अहिगरणकरणकारावणपावकम्मविरए આસિંચનાદિ સાવદ્ય અનુષ્ઠાન કરવાથી, કરાવવાથી અને તેની અનુમેાદનારૂપ પાપકમ'થી નિવૃત્ત થઇ જાય છે. તથા ત્તમનુળાચાહવું ” દાતાની વિતી, અને તીર્થંકર ગણધર આદિ દેવેદ્વારા વસવાને માટે અનુજ્ઞા મળેલ એવાં દેવકુલ આદિ સ્થાન ગ્રહણ કરવામાં પ્રીતિયુકત હાવાથીતે દત્તાનુજ્ઞાત વસતિને ગ્રહણ કરવાની રુચિવાળો એટલે અદ્યત્ત અનનુજ્ઞાત વસતિને ઉપભાગ કરનાર બને છે.
66
''
ભાવા—અદત્તાદાન વિરમણ વ્રતની રક્ષા અને સુસ્થિરતાને નિમિત્તે સૂત્રકાર આ સૂત્રદ્વારા તેની પાંચ ભાવનાએમાંથી “ વિવિકતવાસવસતિ ” નામની પહેલી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કરતાં ખતાવે છેકે સાધુઓએ દેવકુલ આદિ સ્થાને, કે જે તેમને નિમિત્તે મનાવ્યાં હતાં નથી, તેમાં વસવું જોઇએ અથવા તા કેાઈ ઉપાશ્રયમાં વસવું જોઈએ. તે ઉપાશ્રય સાધુને નિમિત્તે બનાવેલ હોવાં જોઇએ નહીં, પણ ગૃહસ્થે પેાતાને નિમિત્તે જ તે બંધાવેલાં હાવા જોઈએ. સાધુને નિમિત્તે બનાવવામાં સાધુને સાવદ્ય અનુષ્ઠાન કરાવવા રૂપ અસંયમના દોષ લાગે છે. સ્ત્રી, પશુ પંડકથી તે સ્થાન રહિત હાવું જોઇએ. તથા સાધુ મહારાજ પધારવાના છે ” એવા ખ્યાલથી સાધુને નિમિત્તે તેના પર પાણી છ ટાળ્યુ હાવુ જોઈએ નહીં, ત્યાંના જાળાં વગેરે ઉતારેલ હાવાં જોઈ એ નહીં છાણુ આદિથી લીપીને તેને સ્વચ્છ અને સુઘડ બનાવ્યો હાવા જોઇએ નહી”. ત્યાંની શીતને દૂર કરવા માટે ત્યાં અગ્નિ વગેરે સળગાવીને તેને ગરમ કરેલ હાવા જોઇએ નહીં, ઇત્યાદિ પ્રકારે જે રીતે આગમમાં સાધુને માટે યોગ્ય નિવાસ બતાવવામાં આવેલ છે તે પ્રકારનું તે નિવાસસ્થાન હેવું જોઇએ. ત્યારે આ પહેલી ભાવના સફળ થાય છે અને તે પ્રકારની આ પ્રવૃત્તિ કરનાર સાધુ પોતાના અદત્તાદાન વિરમણવ્રતની રક્ષા અને સુસ્થિરતા રાખી શકે છે. સૂત્રમાં જે અધિકરણ શબ્દ આવ્યા તેના વ્યુત્પત્તિ પ્રમાણે મળતા અર્થ “ જેના પ્રભાવથી આત્મા દુર્ગતિમાં જવાને પાત્ર બને છે ” તે પ્રમાણે થાય છે. આ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૦