________________
ઉપકરણોને પ્રાપ્ત કરીને તેના વિભાગ કરતા નથી એટલે કે આચાર્ય, ગ્લાન આદિ મુનિજનોને માટે એ પીઠ, ફલક આદિના વિભાગ કર્યા વિના સવાર્થ બુદ્ધિથી પિતે જ તેનો ઉપભેગા કર્યા કરે છે, તે સાધુ આ વ્રતની આરાધના કરી શકતો નથી. તથા “કસંપાદ ” જેની સંગ્રહમાં રુચિ હતી નથી, એટલે કે જે સાધુ સ્વાર્થ પરાયણ હોવાથી એ વસ્ત્ર, ફલક, પાત્ર, વસ્ત્ર, આદિ ઉપકરણો, કે જે પિતાના ગચ્છના ઉપકારક અને એષણાદેષથી રહિત છે. તેની પ્રાપ્તિ થવા છતાં પણ “મારી પાસે તે આ વસ્ત્ર. પાત્રાદિ ઉપકરણ છે મારે બીજાની ચિન્તા શા માટે કરવી જોઈએ? ” એવી ભાવનાથી સંગ્રહ કરવાની બુદ્ધિથી રહિત થઈ જાય છે, તે સાધુ પણ આ વ્રતને આરાધક થઈ શકતો નથી. મૂચ્છભાવથી જ સંગ્રહ કરવાનો નિષેધ છે. તથા જે સાધુ “તત્તેજે” એ જ રીતે તપચાર છે, દાખલા તરીકે કઈ સાધુ સ્વાભાવિક રીતે જ દુબળા શરીર વાળો હોય અને તેને જોઈને બીજું કઈ એમ પૂછે કે- હે મુનિ ! મા ખમણ આદિ કરનાર મુનિજન વિષે સાંભળવામાં આવ્યું છે તે શું આપ જ છો ?” આ પ્રકારને પ્રશ્ન સાંભળીને તે પોતાના માનને માટે એવું કહે કે “સાધુ તે તપસ્વી હોય જ છે ” અથવા તે વાત સાંભળીને મૌન રહે, એ પ્રકારનું વર્તન કરનાર મુનિને તપચોર કહે છે. તપોર મુનિ આ વતની આરાધના કરી શકતું નથી. એ જ રીતે વળે” વ્યાખ્યાન કરતા કેઈ મુનિરાજને જોઈને કેઈ તેમને આ પ્રમાણે પૂછે કે વ્યાખ્યાન વાચસ્પતિ જે મુનિરાજ ગણાય છે તે શું આપ જ છો ? આ પ્રમાણે સાંભળતા તેના સમાધાનને માટે એમ કહે છે કે “હે મહાનુભાવ ! મુનિજન તે વ્યાખ્યાન વાચસ્પતિ જ હોય છે” અથવા તેને કંઈ પણ જવાબ ન આપતાં ચૂપ રહે, એવા પ્રકારના મુનિને વર્તન-વચનાર કહેવાય છે, કારણ કે તેણે બીજાની ખ્યાતિનું પોતાનામાં આરેપણ કર્યું છેઆ રીતે પારકાની ખ્યાતિનું પિતાનામાં આજે પણ કરનાર સાધુને વચનાર કહેવાય છે, એ જ પ્રમાણે “વતે” રૂપસ્તન-રૂપરની વ્યાખ્યા પણ સમજવી એટલે કે વિશિષ્ટ રૂપયુક્ત કઈ સાધુની ખ્યાતિ સાંભળીને કઈ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૦