________________
સામાન્ય અર્થ બોધક હોવાથી સામાન્ય શબ્દ છે અને તેને પર્યાયવાચી પ્રાણવધ શબ્દ વિશેષ અર્થને બેધક હોવાથી વિશેષ શબ્દ છે. આ રીતે એ બધાં નામમાં ગુણયુકતતા સમજી લેવી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેજમીનમાંથી જેમ વૃક્ષને ઉખાડી નાખવામાં આવે છે એ જ પ્રમાણે શરીરમાંથી જીવને કાઢી નાખવે તે જીવની શરીરથી ઉમૂલના કરી કહેવાય છે. તે ઉન્મલનામાં જીવન પર્યાયને વિનાશ થાય છે, અને જીવને કષ્ટ થાય છે, તેથી તે પ્રાણવધ ગણાય છે. આ બીજો ભેદ થશે. જે જીવ હિંસક, નિર્દય, હત્યારા હોય છે. તેમનામાં જીવને વિશ્વાસ હેતે નથી, તે કારણે હિંસાને અવિશ્વાસનું કારણ ગણીને તેમાં અવિશંભને વ્યવહાર કર્યો છે. આ ત્રીજે ભેદ . હિસ્યવિહિંસા-અજીની હિંસા થતી નથી. હિંસા તે જીની જ થાય છે, તેથી અહીં હિંસ્ય એટલે જે જીવોની હિંસા થાય છે તે છે એ પ્રમાણેને અર્થ ગ્રહણ કરવામાં આવ્યું છે. તે હિંસ્ય જીના પ્રાણોને વિગ તે પ્રાણવલમાં થાય છે તેથી તેને હિંસ્યવિહિંસા કહેવામાં આવેલ છે. આ ચોથો ભેદ થયો.
પ્રશ્ન–જીવ તે અરૂપી છે-જે અરૂપી હોય છે તેની હિંસા થતી નથી. તે પછી હિંસ્યવિહિંસાનું આરોપણ પ્રાણવધમાં કેમ કર્યું છે?
ઉત્તર–શંકા બરાબર છે એ તે અમે પણ કહીએ છીએ કે જીવરૂપ અરૂપ પદાર્થની હિંસા થતી નથી. પણ અહીં સંભવિત પ્રાણોને વિયેગ કરે, એવું હિંસાનું તાત્પર્ય લેવામાં આવ્યું છે. પાંચ ઇન્દ્રિયકાન, નેત્ર, નાસિકા, રસના અને સ્પર્શેન્દ્રિય, ત્રણ બળ-મનબળ, વચનબળ, કાયબળ આયુ અને શ્વાસોચ્છવાસ એ પ્રાણને જે પ્રવૃત્તિઓથી વિયોગ થાય તેનું નામ હિંસા છે.
તથા સા–સિદ્ધાંતમાં પ્રભુએ જેની હિંસા કરવાને નિષેધ કર્યો છે, કારણ કે તે કૃત્ય ન કરવા યોગ્ય છે, તેથી તે રીતે તે અકૃત્ય હોવાથી પ્રાણવધને અકૃત્ય કહ્યો છે. આ પાંચમે ભેદ થયે.
ઘાતના એટલે કે ઘાત કરે તે છઠો ભેદ છે. પ્રાણને વિયેગ કર તે જ કેવળ હિંસા નથી, પણ જે કૃત્યથી પ્રાણીઓના પ્રાણેને પીડા પહોંચે છે એવા કર્યો પણ હિંસા જ છે તે વાત “મારણા પદથી સૂત્રકારે પ્રગટ કરી છે. આ સાતમે ભેદ થયે. હનન–વધ કરે તે આઠમે ભેદ છે. ઉપદ્રવણ વિનાશ કરે તે નવમે ભેદ છે. નિપાતના–જે જીવેને જેટલાં પ્રાણ હોય છે તેટલાં પ્રાણોને વિનાશ આ પ્રાણવધ દ્વારા થાય છે તેને નિપાતના શબ્દથી ગૃહીત કરાયેલ છે. અથવા આ પદની જગ્યાએ “ સિવાયના પદ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫