________________
તે અપરિસ્ત્રાવી આદિ વિશેષણ વાળું છે. અહ ત ભગવાને તેને પોતાના જીવનમાં ઉતારીને જ સમસ્ત જીવોને તેને ધારણ કરવાને તેનું સેવન કરવાને આદેશ આપ્યો છે ભગવાન મહાવીરે પણ આ પ્રથમ સંવરદ્વારની એવી જ પ્રશંસા કરી છે અને તીર્થંકર પરંપરા અનુસાર જ તેમણે તેનું પાલન કરવા આદિને આદેશ દીધો છે તથા તેને દેવ, મનુષ્યાદિ સહિતની પરિષદમાં ઉપદેશ આવે છે, તેથી તે પ્રમાણભૂત છે અને મંગળમય છે સૂ-૧૧ છે
આ રીતે આ પ્રથમ સંવરદ્વાર સમાપ્ત થાય છે.
સત્ય વચન નામનું બીજા સંવરદ્વારનો પ્રારંભ પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલા સંવરદ્વારનું વર્ણન પૂર્ણ થયું. હવે સત્યવચન નામના બીજા સંવરદ્વારના વર્ણનની શરૂઆત થાય છે. તેને આ પ્રકારે આગળના અધ્યયન સાથે સંબંધ છે. જ્યાં સુધી અસત્ય વચનથી જીવની વિરતિ થતી નથી ત્યાં સુધી પ્રાણાતિપાતનું વિરમણ સંભવી શકતું નથી. એ સંબંધને દર્શાવીને સૂત્રકારે આ દ્વિતીય સત્યવચન નામના અધ્યયનનો પ્રારંભ કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“કંપત્તો વિફાં ૨” ઈ.
ટીકાર્ય–શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે “વૂ !” હે જંબૂ ! “ત્તો” આ પહેલા સંવરદ્વાર પછી “ વિરુદં ” બીજું સત્ય નામનું જે સંવરદ્વાર છે તેનું હું વર્ણન કરું છું તે તમે સાંભળો. “વળ” “દુ:ણિતં” સત્ય એટલે કે સત્ નું મુનિજનનું અથવા ગુણનું અથવા પદાર્થોનું જે વચન હિત-ઉપકારક હોય છે તે સત્યવચન ગણાય છે કહ્યું પણ છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર