________________
ણામ કેવળ એ જ આવ્યું કે તેમની અન્તરંગ દષ્ટિ આ મહાન તત્વમાં ઉંડાણથી પ્રવેશી નથી. તેના વાસ્તવિક અન્તરંગ સ્વરૂપનું વિવેચન આપણને વીતરાગ પરંપરા સિવાય અન્ય સિધ્ધામાં મળતું નથી. તેનું કારણ એ છે કે જે તીર્થકર, ગણધર આદિએ આ તત્ત્વનું વિવેચન કર્યું છે તેઓ બહુ જ દીર્ઘદૃષ્ટિવાળા હતા. જ્ઞાનના પૂર્ણ વિકાસથી તેઓ એટલા બધા વિજ્ઞાની બની ગયા હતા કે પ્રત્યેક પદાર્થ તેની સમસ્ત અવસ્થાઓ સહિત તેમના એ વિશિષ્ટ જ્ઞાનથી જેમ દર્પણમાં પ્રતિબિંબ દેખાય તેમ સ્પષ્ટરૂપે દેખાતા હતા, તેથી એ પ્રકારનાં જ્ઞાનથી તેમણે ભગવતી અહિંસાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કર્યું હતું, તેથી જ તેઓએ પોતાના સિદ્ધાન્તમાં તેનું સૂફમમાં સમ વિવેચન કર્યું છે, આ વિવેચન છઘો વડે થઈ શકયું નહીં એ જ વાત સૂત્રકારે પિતાના આ સૂત્ર દ્વારા પ્રદર્શિત કરી છે. તેઓ કહે છે કે આ ભગવતી અહિંસાનાં દર્શન તે મહાપુરુષોએ કર્યા છે કે જેઓ અનન્ત જ્ઞાન અને દર્શનના અધિપતિ હતા, જેમણે શીલ, વિનય, તપ અને સંયમ દ્વારા પિતાના આત્માને “સો ટચના ” સોના જે વિશુદ્ધ બનાવ્યા હતા. જેમની પાસે રાગદ્વેષરૂપી સમર્થ
દ્વા ભ ભેગા થઈને ત નષ્ટ થયા હતા. ત્રણેક જેમની સેવા કરીને પોતાની જાતને ધન્ય માનતા હતા. એમના જ આદેશ પ્રમાણે તેમની શિષ્ય-પ્રશિષ્ય પરંપરા થઈ ગયેલ મનઃ પર્યાય અને અવધિજ્ઞાનીઓએ આ ભગવતી અહિંસાને ભેદ-પ્રભેદ સહિત જાણી અને તેનું વિશેષરૂપે દર્શન કર્યું. વૈક્રિય લબ્ધિધારીઓએ આ ભગવતીનું જીવનપર્યત પાલન કર્યું. અને આમિનિબાધિક જ્ઞાનીઓથી લઈને સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્તા આદિ અનેક મહાપુરૂષોએ આ ભગવતી અહિંસાનું પિત પિતાની શક્તિ પ્રમાણે ઘણી જ સારી રીતે પાલન કર્યું છે. સૂ. ૪
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૫