________________
પાંચ ઉપવાસને દ્વાદશભક્ત, છ ઉપવાસને ચતુર્દશભક્ત, સાત ઉપવાસને છેડશભક્ત, કહે છે. એ ઉપવાસ કરનાર એ મુનિજન છે તે ચતુર્ભક્તિ આદિ મુનિજને કહેવાય છે. એ જ પ્રમાણે જે અમાસ આદિ સમયના ઉપવાસ કરે છે તેમને મારમતિ આદિ કહે છે. જે મુનિજન એવા પ્રકારને અભિગ્રહ ધારણ કરે છે કે અમે એ જ આહાર લઈશું કે જે ગૃહથેપિતાના ઉપગને માટે રાંધવાના વાસણમાંથી લઈને બીજાં પાત્રમાં નહીં રાખ્યું હોય. આ પ્રમાણે અભિગ્રહ બાંધીને જે આહારની શોધમાં પિતાને
સ્થાનેથી બહાર નીકળે છે તેમને રિક્ષHવર મુનિરાજ કહે છે. તથા જે મુનિરાજ એવા પ્રકારને અભિગ્રહ ધારણ કરીને પિતાને સ્થાનેથી આહાર લેવા નીકળે છે કે “હું એ જ આહાર વહેરીશ કે જે ગૃહસ્થ રાંધવાનાં પાત્ર માંથી પોતાના ઉપયોગ માટે બીજા પાત્રમાં કાઢી રાખે છે. આ પ્રકારને અભિગ્રહ કરીને જે આહારની શોધ કરવાને માટે પિતાને સ્થાનેથી બહાર નીકળે છે તે મુનિજન નિક્ષતાર કહેવાય છે. તથા જે મુનિરાજ ચત્તનીરસ, છાશમિશ્રિત અને વષિત-વાસી વલ, ચણક-ચણ આદિ આહાર લેવાને અભિગ્રહ ધારણ કરીને તેની શોધ કરે છે તેઓ સતવર છે. તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૦