________________
હોવાથી તેનું નામ “ માહિ” છે. (૩૦) પરીગ્રહી જીવને જીવનભર સુખપ્રદ સંતોષ થતું નથી, તેથી અસંતોષના કારણરૂપ હોવાથી તેનું નામ “અસંતોષ છે. આ પ્રમાણે પરિગ્રહના પૂર્વોક્ત ત્રીસ નામ છે. આ રીતે આ સૂત્ર દ્વારા સૂત્રકારે “ચામ’ નામના બીજા અન્તર દ્વારનું કથન કર્યું છે.
ભાવાર્થ–પરિગ્રહ નામના પાંચમા આસવ દ્વારના ગુણ પ્રમાણે કેટલાં નામ હોઈ શકે છે તે બાબત સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવી છે. પરિગ્રહથી લઈને અસંતેષ સુધીના જે ત્રીસ નામે પ્રગટ કર્યા છે તેમાનાં કેટલાક કારણમાં કાર્યના ઉપચારથી અને કેટલાંક કાર્યમાં કારણના ઉપચારથી બનાવવામાં આવેલ છે, એમ સમજવાનું છે. # સૂ-૧૦
જિસ પ્રકાર સે જો જીવ પરિગ્રહ કરતે હૈ ઉનકા નિરૂપણ
હવે સૂત્રકાર એ પ્રગટ કરે છે કે કયા જીવ કઈ રીતે પરિગ્રહ કરે છે-“સં = પુળ” ઈત્યાદિ.
ટીકાર્થ–“ જ પુનું પરિમોમઘરથા મમાયંતિ” ઉપર કહેલ ત્રીસ નામ વાળા પરિગ્રહમાં લેભને વશ થયેલ જીવો મમત્વ કરે છે. તે જીવે કયા કયા છે હવે સૂત્રકાર તે દર્શાવે છે. “માનવવિમાનવાણિજો ” ભવનવાસી દેવ, વનવ્યન્તર દેવ, જ્યોતિષ્ક દેવ, અને વમાનિક દેવ, એ ચારે પ્રકારના દેવ પરિગ્રહમાં મમત્વ કરે છે–એટલે કે પરિગ્રહમાં પ્રાપ્ત કરવા છતાં પણ તેમને સંતોષ થતો નથી. “મવારવિમJળવાળો ” અહીં આ પદથી ભવનવાસી અને ઉત્તમ વિમાનવાસી એ અર્થ સમજાય છે. ભવનવાસી' શબ્દથી અસુરકુમાર દેવ આદિ તથા “ઉત્તમવિમાનવાસી” શબ્દથી અનુત્તર વિમાનવાસી દેવ ગ્રહણ થાય છે. આ પ્રમાણે દેવોના તે બે નિકાનું (પ્રકારનું) વર્ણન આવવાથી તેમની વચ્ચેના વાવ્યતર અને તિષ્ક એ બે નિકા (જાતો)
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર