________________
વાથી શું લાભ? બીજું કંઈ ન બની શકે તો ચણા શેકીને વેચ્યા કરે પિસા દારોને અસત્યવાદી કહે છે કે- “તમે તે પૈસાદાર છે, તમે આ મનુષ્ય અવતાર પામીને શે આનંદ લૂટ છે! મદિરા આદિમાં જે આનંદ મળે છે તે બીજે ક્યાં મળે તેમ છે?તે ખૂબ ખાઓ, પીઓ, તથા ખાતાં પીતાં વધે તે તમારા મિત્રોને પણ ખવરાવ્યા કરે પીવરાવ્યા કરે. જુઓ ! તમારા આ નોકર ચાકર; દાસ, દાસી આદિલેક બેઠાં બેઠાં શું કામ કરે છે? તો તેમની પાસે ગહન જંગલોને સાફ કરાવીને તે સ્થાનને ખેતી કરવાને લાયક બનાવરાવે. વૃક્ષ આદિ કપાવી નાખવામાં આવે તો ત્યાં સારામાં સારી ખેતી થાય એવી જમીન તૈયાર થઈ શકે છે. તમારી પાસે જે યંત્રો છે તે હાલમાં કોઈ ઉપયોગમાં આવતાં નથી, તે પડ્યાં પડ્યાં તે ખરાબ થઈ જશે, તે તેને તોડાવીને તેમાંથી ભાજન પાત્ર આદિ કેમ બનાવરાવતા નથી? તેમ કરવાથી તમારું ઘણું કામ સરળ થશે. હાલમાં ગોળનાં બજાર ઘણું ચડી ગયાં છે. ખાંડ પણ ઘણી મેંઘી વેચાય છે. તે તમે બુદ્ધિ પૂર્વક કેમ કામ લેતા નથી? બની શકે એટલી ઝડપથી આ શેરડીને પીલાવી નાખે જેથી ગોળ આદિ તૈયાર કરીને વેચવાથી તમને વેપારમાં સારે લાભ મળે. સરસીયું પણ ઘણું મેંવું વેચાય છે, તે સરસવને ઘાણીમાં પીલાવીને તેનું તેલ કઢાવે અને તે તેલ વેચીને સારી એવી રકમ એકત્ર કરી લે.” ઇત્યાદિ વિવિધ પ્રકારની વાત કરીને મૃષાવાદી માણસે જુદા જુદા પુરુષોને હમેશ રાજી રાખવાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહે છે. એ બધી વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રગટ કરી છે. માસૂ-૧૩મા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૨