________________
છે. તે મૃષાવાદરૂપ દર્શન આ પ્રમાણેનું છે-“સ્ત્રોનો સંહારો લંગો” આ પૃથ્વી, અપૂ, તેજ વાયુ, વનસ્પતિ, તિર્ય ચ, મનુષ્ય, દેવ અને નારકરૂપ લકે ઈંડામાંથી ઉત્પન્ન થયા છે. ઈડાંમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થયેલ માનનારની આ પ્રકારની માન્યતા છે-આ લેકે પહેલાં, પૃથિવી આદિ પાંચ ભૂતોથી રહિત હતો. અને ફક્ત જળમય જ હતું તેમાં એક ચિરકાળથી ભીનું ઈડું પડેલું હતું જ્યારે તે ફાટયું ત્યારે તેના બે ટુકડા થયા-એક ટુકડો તે પૃથિવીરૂપ થયે અને બીજે ટકડો આકાશરૂપ થયે. પૃથિવીરૂપ ટુકડામાં મનુષ્ય, તિયચ, નારક આદિ રૂપ તથા આકાશ રૂ૫ ટુકડામાં સુર અસુર આદિ રૂપ સમસ્ત સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. આ રીતે ઈંડામાંથી સૃષ્ટિ ઉત્પન્ન થયાનું તેઓ દર્શાવે છે. “સમુખા,
ન્દ્ર = નિરિક્ષકો” કઈ કઈ એવું પણ કહે છે કે આ જે જગત નજરે પડે છે તે ઉત્પત્તિ પહેલાં પૃથિવી આદિ પાંચ ભૂતથી રહિત હતું. તેમાં સ્થાવર, જંગમ અમર, નર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર ગરુડ, મહોરગ, આદિ સમસ્ત વિવિધ ભેદનું અસ્તિત્વ ન હતું. તે તે કેવળ અંધકારથી છવાયેલ સાગર સ્વરૂપ હતું. તેમાં તપસ્યા કરતા વિષ્ણુ ભગવાનની નાભિમાંથી એક કમળ પિદા થયું તે કમળમાં બ્રહ્માજીએ જન્મ લીધો, તેમણે સુર, અસુર, મનુષ્ય, તિર્યંચ, સ્થાવર આદિ અનેક જીવોના ભેદ પ્રભેદથી યુક્ત આ જગત રચ્યું. આ પ્રકારની અસાવવાદીઓની તે બંને પ્રકારની માન્યતાઓ બ્રાન્તજ્ઞાનીઓ દ્વારા નિરૂપિત થયેલ હોવાથી મૃષાવાદ રૂપ જ છે. સૂપ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર