________________
સુધી ભાઇ–અન્ધુ મૃત–શરીરની સાથે સાથે આવે છે. પાતાનું શરીર પણ પેાતાની સાથે ન આવતાં અહિં ચિતામાંજ મળીને ભસ્મ થઇ જાય છે. એકલા નિ:સહાય થઈનેજ જીવ પલેાક પ્રયાણ કરે છે. એ માટે મારે જન્મ, જરા, મરણના દુ:ખાને દૂર કરવાવ.ળા વાસ્તવિક અક્ષય સુખને દેવાવાળા ચારિત્રધર્મીનેજ પોતાના આત્મકલ્યાણ માટે ગ્રહણ કરવો જોઇએ.
આ પ્રમાણે અન્ત:કરણથી વિચારી અત્યન્ત વૈરાગ્યવાન્ થઈ તથા એક ધ નેજ શરણસ્થાન માનીને તે ધન્યકુમાર શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે ભગવન્ ! નિર્થે પ્રવચનની હું શ્રદ્ધા કરૂ છું. વિશ્વાસ કરૂ છું. હે પ્રભુ ! આ નિન્દ્ પ્રવચન મને રૂચે છે. હું નિત્થ પ્રવચન ગ્રહણ કરવામાં ઉદ્યમન્ત થયે છું. હે પ્રભુ ! આપના આ ઉપદેશ સત્ય છે. સર્વાંગ—સત્ય છે, અને સર્વથા સત્ય છે. હે પ્રભુ ! આ નિગ્રન્થ પ્રવચન અસન્દિગ્ધ ( સન્દેહ-રહિત ) છે. જો આપ ફરમાવી રહ્યા છે તે સ`થા પૂર્ણ છે, તેમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ નથી, એ વિષે હવે મને જરા પણ શંકા નથી. પરન્તુ હે ભગવન્ ! અત્યારે માત્ર એક વાત ખાકી છે, અને તે એજ કે માતા ભદ્રાને પુછવાનું, એટલે હે પ્રભુ ! હું માતા ભદ્રા સાવાહીને પૂછો આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ.
ભગવાને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ થાય તેમ કશ, પરન્તુ શુભ કાર્યોંમાં વિલંબ ન કરે. (સ્૦ ૫)
6
‘તપ ન્ સે ’ ઇત્યાદિ ત્યારબાદ તે ધન્યકુમાર પોતાને ઘેર જઈને પોતાની માતા ભદ્રા સા વાહીને પૂછે છે. જેવી રીતે જમાલીએ પોતાના માતાપિતાને પૂછ્યું હતુ. પૂર્વે કયારે પણ નહિં સાંભળેલ એવા ધન્યકુમારના વૈરાગ્યપૂર્ણ વચન સાંભળી માતા ભદ્રા–સાવાહી સૂચ્છિત થઇ ગઇ. શીતળ આદિ અનેક પ્રકારના ઉપચારોથી મૂર્છા દૂર થયા પછી તેને તથા ધન્યકુમારને દીક્ષા વિષયે ઉકિત-પ્રદ્યુકિતરૂપ સંવાદ (ઉત્તર–પ્રત્યુત્તર) થયા. જ્યારે તે મહાખલની માફ્ક ધન્યકુમારને ઘરમાં રાખવા સમ ન થઇ ત્યારે તે ભદ્રા—સાવાહી વિવશ થઈને સંસારનિષ્ક્રમણ (દીક્ષા) ની આજ્ઞા આપે છે. જેવી રીતે થાવચ્ચાપુત્રની માતા કૃષ્ણ વાસુદેવને દીક્ષામહેાત્સવ માટે પૂછે છે, તેવીજ રીતે માતા ભદ્રા-સાવાહીએ પણ રાજા જિતશત્રુને પૂછ્યું, અને છત્ર-ચામરાદિની માંગણી કરી. જેવી રીતે શ્રીકૃષ્ણ વાસુદેવે ચાવચ્ચાપુત્રને! દીક્ષામહાત્સવ કર્યો હતા. તેવીજ રીતે રાજા જિતશત્રુએ પણ ધન્યકુમારના દીક્ષામહેાત્સવ કર્યાં. એ રીતે ધન્યકુમાર ભગવાન પાસે પ્રત્રજિત થઇ ઇર્યાદિસમિતિયુક્ત અણગાર થઈ ગુપ્તભ્રહ્મચારી થયા. (સૂ૦ ૬)
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૨૯