________________
‘તy i an” ઈત્યાદિ, તે પછી ભદ્રા સાર્થવાહી પિતાના પુત્ર ધન્યકુમારને બાલ્યાવસ્થા ઓળંગી યુવાવસ્થામાં આવેલ તથા ભોગસમર્થ જાણી બત્રીસ અત્યન્ત ઉંચા ગગનચુંબી શ્રેષ્ઠ ભવન નિર્માણ-તૈયાર કરાવ્યા, તે ભવનના મધ્યમાં એક સુન્દર ભવન, દેદીપ્યમાન વિવિધ વર્ણવાળા મણિઓથી જડેલ, શિલ્પ કૌશલ્ય યુકત, નેત્ર તથા મનને આહૂલાદિત કરવાવાળા સુન્દર અનેક પ્રકારનાં સુવર્ણ સ્તંભેથી યુકત હતું.
ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહીએ બત્રીસ ૩૨ ઇભ્ય શેઠેની કન્યાઓ સાથે એક દિવસે ધન્યકુમારને વિવાહ કરાવ્યું અહિં “રૂમ’ શબ્દનો અર્થ થાય છે હાથી, જેની પાસે હાથી જેટલું દ્રવ્ય હોય તેને “” શેઠ કહે છે. એ ઇભ્ય શેઠ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારના હોય છે, એક હાથીના પરિમાણમાં જેની પાસે માણેક, મોતી, મૂંગા, સોના, ચાંદી આદિ હોય તેને જઘન્ય ઈભ્ય કહે છે. એક હાથીના પરિમાણમાં જેની પાસે વજામણિ, માણેક આદિની ધનરાશિ હોય, તેને મધ્યમ ઈભ્ય કહે છે. એક હાથીના પરિમાણમાં જેની પાસે માત્ર વજી હીરા હેય તેને ઉત્કૃષ્ટ ઈભ્ય કહે છે. ઈભ્ય શ્રેષ્ઠિમાં શ્રેષ્ઠ અર્થાત ઉત્કૃષ્ટ ઈભ્ય શ્રેષ્ઠિને ત્યાં ધન્યકુમારના વિવાહ થયા, પ્રત્યેક કન્યાના માતા પિતા દ્વારા ધન્યકુમારને રત્ન, આભરણું, વસ્ત્ર, યાન–રથ ઘોડા ગાડી આદિ, આસન–પલંગ, પથારી આદિ. દાસ, દાસી આદિ બત્રીસ બત્રીસ દાયજામાં મળ્યાં.
ત્યાર પછી તે ધન્યકુમાર પોતાના મહેલમાં અનેક પ્રકારનાં મૃદંગ આદિ વાદ્યો તેમજ ગીત નૃત્યની સાથે મનુષ્યભવ સંબન્ધી પાંચેય પ્રકારના વિષય સુખનો ઉપભેગ કરતા વિચારવા લાગ્યા. (સૂ૦ ૩)
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર