________________
તે ભદ્રા સાર્થવાહીને ધન્ય નામે દારક પુત્ર હતું, ‘ શબ્દથી એ જાણવું જોઈએ કે તેના ગર્ભથી ઉત્પન્ન થએલ હતે અર્થાત ખેળે લીધેલ ન હતું, તે સર્વ પ્રકારના શુભ લક્ષણોથી તથા આકાર-પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત સર્વાગ સુન્દર હતે. અર્થાત્ જેની બધીય ઈન્દ્રિયે પિતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ અને પૂર્ણ આકાર વાળી હતી, તે હાથમાં રહેલ વિદ્યા, ધન, જીવન રેખારૂપ લક્ષણથી, શરીર પર રહેલ તિલ, મસ આદિ વ્યંજનથી તથા સુશીલતા આદિ ગુણોથી યુક્ત હતે.
- માન-કોઈ પુરુષ આદિ જળથી ભરપૂર ભરેલા કુંડ (શરીર જેટલે ઉડે અને પહેળે) આદિમાં પેસે અને તેના પેસવાથી જે એક દ્રોણ (પરિમાણવિશેષ) જળ બહાર નીકળી જાય છે તે પુરુષ આદિને માનવાન (માનવ યુકત) કહે છે. અહીં માનવાન પુરુષ આદિનાં શરીરની અવગાહનાવિશેષને માન કહેવામાં આવે છે. ૩માન’ –ત્રાજવામાં રાખી તેલવાથી જે અર્ધભાર (એક પ્રકારને પરિણામ) થાય તેને ઉન્માન કહે છે. ‘અમાઇ'–પિતાની આંગળિઓથી ૧૦૮ એક આઠ આંગુળ ઉંચાઈને પ્રમાણુ કહે છે.
આ માન, ઉન્માન અને પ્રમાણુથી યુકત હોવાને કારણે યથાયોગ્ય અવયની રચનાવાળા હેવાથી જે પુરુષનું સમસ્ત અંગ સુન્દર હોય તેને “માનોન્માનમાળ
તપૂવૅમુનાતરના ” કહે છે. આ જાતની શરીર સમ્પટાવાળા તે ધન્ય કુમાર ચન્દ્રમા સમાન સૌમ્ય આકારવાળા, સુન્દર કાન્તિવાળા, સહુના હૃદયને આહલાદિત કરવાવાળા તથા સર્વોત્કૃષ્ટ રૂપ લાવણ્ય કરી યુક્ત હતા.
આ ધન્યકુમારનું પાંચ પ્રકારની ધાઈમાતાઓ દ્વારા પાલન કરવામાં આવેલ હતું જેમ-(૧) ક્ષીરપાત્રી-દૂધ ધવરાવનારી. (૨) ભજનધાત્રી–સ્નાન કરાવવાવાળી. (૩) મંડનધાત્રી–વસ્ત્રાભૂષણ પહેરાવવાવાળી (૪) કીડનધાત્રી ખેલાવવા-કુદાવવાવાળી અર્થાત રમાડવાવાળી, (૫) અંધાત્રી-ળમાં લેવાવાળી ધાઈ.
ધન્યકુમારનું શેષ વર્ણન–બહેતર ૭૨ કળાઓના અધ્યયનથી માંડી જ્યાં સુધી શબ્દાદિ વિષયેના ભાગમાં સમર્થ થયા અર્થાત યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા ત્યાં સુધીનું વર્ણન શ્રી ભગવતીસૂત્રમાં કહેલ મહાબલકુમારના વર્ણનની માફક જાણવું જોઈયે. (સૂ૦ ૨)
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૧૯