________________
ગૂઢદન્ત એ બે વિજયન્તમાં, શુદ્ધદઃ અને હલ એ બે જયન્તમાં દ્રમ અને તુમસેન એ બે અપરાજિત વિમાનમાં, અને શેષ મહાદ્વમસેન, સિંહ, સિંહસેન, મહાસિહસેન અને પુણ્યસેન એ પાંચેય સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
હે જંબૂ ! આ પ્રમાણે મેક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરે ૫પાતિકદશાંગ સૂત્રના બીજા વર્ગના આ અર્થ પ્રરૂપિત કર્યા છે. બન્ને વર્ગના અર્થાત્ જાલિકુમાર આદિ ત્રેવીસ મુનિયેએ એક એક માસની સંલેખના કરી પોતાના શરીરને પરિત્યાગ કર્યો હતે.
ભાવાર્થ—અનુત્તરપપાતિકદશાંગ સૂત્રનો આ બીજો વર્ગ તેર અધ્યયનમાં વિભાજિત છે. પ્રત્યેક અધ્યયનનું વર્ણન પ્રત્યેક રાજકુમારનું જીનવવૃત્તાન્ત છે. આ તેરેય રાજફુમાર રાજગૃહના રાજા શ્રેણિકના પુત્ર તથા પટ્ટમહિષી ધારિણદેવીના અંગજાત હતા. જાલિકુમારની માફક જ તેમને જન્મ-મહોત્સવ, શિક્ષા, બાલક્રીડા, આદિ કાર્ય સમ્પન્ન થયાં. તેમાં ત્યાગની પરાકાષ્ઠા હતી. અનુપમ સાંસારિક સુખને ત્યાગી એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી, અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુણરત્ન તપ, ચિન્તન આદિ સમસ્ત કામ કર્યું, સેળ વર્ષ પર્યન્ત સંયમનું પાલન કર્યું. અન્તમાં એક મહિનાની યાદગમન સંખના કરી આ શરીરને છોડી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સમસ્ત કર્મોના ક્ષય કરી પરમપદ મોક્ષ પ્રાન્ત કરશે. (સૂ૦ ૨) ઈતિ શ્રી અનુત્તરપપાતિકદશાંગ સૂવની અર્થબંધિની નામક ટીકાના
ગુજરાતી અનુવાદનો બીજો વર્ગ સમાપ્ત. મારા
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
१६