________________
ગૌતમ પ્રશ્નોત્તર
ત્તા છે તે ઈત્યાદિ.
જાલિકુમારના શરીર છુટયા બાદ તેમના સમીપવતી સ્થવિરાએ જાલિકુમાર અણગારને કાલગત થયા જાણે પરલોકગમનહેતુક કાર્યોત્સર્ગ કર્યો. તદનન્તર જાલિકુમારના પાત્ર-ભિક્ષાપાત્ર આદિ, વસ્ત્ર-દોરા સહિત મુખવસ્ત્રિકા, લપટ્ટ, ચાદર, રજોહરણ આદિ ધર્મોપકરણ લઈને વિપુલાચલ પહાડથી ઉતરી ભગવાન મહાવીર સ્વામીની સેવામાં ઉપસ્થિત થયા, અને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બેલ્યા. હે ભગવન્! કાલપ્રાપ્ત જાલિકુમારના આ ધર્મોપકરણો છે. ત્યારબાદ હે ભગવદ્ ! એવું સાધન કરી ભગવાન ગૌતમ સ્વામી શ્રમણ ભગવન્ત મહાવીરને અત્યન્ત-વિનય-સહિત આ પ્રમાણે પૂછવા લાગ્યા...હે ભગવન્! દેવતાઓ દ્વારા સેવિત ભદ્રપ્રકૃતિવાળા આપના સુશિષ્ય જાલિકુમાર અણગાર કાળ કરીને કયાં ગયા? અને કયાં ઉત્પન્ન થયા?
ભગવાન મહાવીર કહે છે,–હે ગૌતમ ! મારે સુશિષ્ય જાલિકુમાર અણગાર સ્કન્દક ઋષિની જેમ પિતાના ઔદારિક શરીરને છડી ચન્દ્ર આદિ બારેય દેવલોક અને નવ વેયકને ઓળંઘી વિજય નામના પહેલા અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયે છે.
શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્નન કરે છે – હે ભગવન્! વિજય વિમાનમાં જાતિકુમાર દેવની કેટલી સ્થિતિ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! બત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જાલિકુમારદેવ પિતાની દેવસંબધી આયુ, ભવ અને સ્થિતિને પૂર્ણ કરી ક્યાં જશે? તથા કયાં ઉત્પન્ન થશે?
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૧૨.