________________
રની માફક જ જન્મોત્સવ, પાંચ ધાઈઓ દ્વારા લાલન પાલન, બહેતર કળાઓનું અધ્યયન, તથા વિવાહ આદિ કાર્ય સંપન્ન થયા. Aવશુર તરફથી દાયજામાં વસ્ત્ર, અલંકાર, રન આદિ આઠ આઠ પ્રકારની વસ્તુઓ, મેઘકુમારની માફક જ તેમને લગ્નમાં પ્રાપ્ત થઈ હતી. તે “ જાલિકુમાર” પિતાના મહેલમાં પૂર્વજન્મ–ઉપાર્જિત શુભ કર્મોને કારણે અત્યુત્તમ ગીતનૃત્યાદિ પાંચ પ્રકારનાં અનુપમ વિષયસુખને અનુભવ કરતા વિચરતા હતા. તે સમયે રાજગૃહના “ગુણશિલક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા.
રાજા “શ્રેણિક પિતાના સમસ્ત પરિવાર તથા ચતુરંગિણી સેના સાથે ભવ્ય જીવનું કલ્યાણ કરવાવાળા, ભવ્યજનોના મનને રંજન કરવાવાળા, ગુણગંભીર, ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનુ આગમન જાણે તેમને વન્દન નમસ્કાર કરવા માટે નીકળ્યા અને પાંચ અભિગમપૂર્વક ભગવાનની સેવાનો ઉપસ્થિત થયા.
જેવી રીતે પહેલાં “મેઘકુમાર” ભગવાનને વન્દન-નમસ્કાર કરવા નીકળ્યા હતા તેજ રીતે “જાલિકુમાર પણ ભગવાનને વન્દન-નમસ્કાર કરવા માટે નગરથી નીકળી ભગવાન જ્યાં બિરાજતા હતા ત્યાં આવ્યા.
મેઘકુમાર” ની માફક ભગવાનની અનુપમ ધર્મદેશના સાંભળી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે. પિતાના માતાપિતાને પૂછી અત્યન્ત ઉત્સાહ તેમજ ઉત્કૃષ્ટ અભિલાષાની સાથે સર્વ પ્રાણિઓને અભય પ્રદાન કરવાવાળી, પરમપદ મોક્ષ તરફ એક લક્ષ્ય બનાવવાવાળી દીક્ષા ગ્રહણ કરી.
જે રીતે મેઘકુમારે અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેજ રીતે જાતિકુમારે પણ સામાયિકથી લઈને આચારાંગ આદિ અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
અહિં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે –“જાલિકુમાર' આદિ રાજકુમારે એ ભગવાન પાસે દીક્ષા લીધી તથા તેમની પાસે અગ્યાર અંગેનું અધ્યયન કર્યું હતું, આ વાત કેવી રીતે સંભવિત હોઈ શકે છે? કેમકે આ નવમુ અંગસૂત્ર અગ્યાર અંગેની અન્તર્ગત થઈ જાય છે જેને વિષય સ્વયં જાલિકુમાર આદિ રાજકુમારોનાં જીવન વૃત્તાન્તજ છે. એટલે જાલિકુમાર આદિ રાજકુમારના પિતાનાજ ચરિત્રને નિરૂપણ કરવાવાલા આ અનુત્તપિપાતિકદશાંગ સૂત્ર તે સમયે અનુપલબ્ધ હોવાથી આ અંગને અધ્યયન (ભણવું) સર્વથા અસંભવ છે, અર્થાત્ તેમના અધ્યયન (ભણવા) વિષયની વાત કેવી રીતે સંભવિત થઈ શકે છે?
એને પ્રત્યુત્તર આ છે કે–આ દ્વાદશાંગી અર્થપથી ધવ, નિત્ય અને શાશ્વત છે. પણ મે ગી શ્રત ચારિત્રનું નિરૂપણ કરવામાં પ્રવૃત્ત સર્વે તીર્થકરોએ તે તે સમયને ઉપયોગી ફક્ત હેતુ અને દષ્ટાંન્તનું સ્વરૂપ જુદી જુદી રીતે સંકલિત કરેલ છે પરંતુ મોક્ષ પ્રાપ્તિ કરાવવાવાળા શ્રત-ચારિત્રરૂપ લક્ષ્યને જુદી રીતે કયાંય
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૧૦