________________
ત્રીજામાં દશ અધ્યયન છે, ઉદ્દેશન-કાળ ત્રણ છે. જે સકંધમાં જેટલા વર્ગ હોય છે તેના તેટલાજ ઉશન–કાળ હોય છે, સમુદેશન-કાળ પણ ત્રણ છે. બધા મળીને છેતાળીસ લાખ આઠ હજાર, ૪૬૦૮૦૦૦ પદ પ્રમાણ છે.
સમવાયાંગ સૂત્રમાં પણ અનુત્તરપપાતિક દશાંગના વિષયને આજ કમ મળે છે. “મવાળ” શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે –
'सम्यक् एकीभावेनावसरणम-एकत्र गमनं-संमिलनं देवमनष्यादीनां સમવસરા- અર્થાત્ જ્યાં સમ્મિલિત રૂપથી એકજ ઉદેશથી દેવતા–મનુષ્ય આદિ એકત્રિત થાય છે તેને સમવસરણ કહે છે.
અથવા “મવત્તિ=ગવતનિત ઘટવર્થ લેવાવો વત્ર તમારા અથત જ્યાં ધર્મકથા સાંભળવા માટે દેવતા આદિ આવે છે, તેને સમવસરણ કહે છે.
સમવસરણ સ્વરૂપ કા વર્ણન
જે સ્થાન (ક્ષેત્ર), ગામ અને નગરમાં સમવસરણ થાય છે, ત્યાં ભગવાનના આગમન પહેલાં જ આભિગિક દેવતા (સેવક દેવતા) આવીને અચિત્ત વાયુ, જળ તથા પુષ્પ આદિ વિફિયરૂપથી ઉત્પન્ન કરે છે, વૈકિય-શકિત દ્વારા ઉત્પન્ન કરેલ પવન, પાણી તથા ફૂલ સચેત હોતાં નથી.
કઈ દેવ ત્યાંની ધૂળ (કચર આદિ) દૂર કરવા માટે વાયુની વિક્ર્વણા કરે છે, કઈ દેવતા ધૂળને ઉપશાન્ત કરવા (બેસાડી દેવા) જળવૃષ્ટિ કરે છે, કઈ પરિષદને બેસવા માટે પુષ્પવૃષ્ટિ કરે છે. જેથી પરિષદમાં બેઠેલ શ્રોતાઓની નીચે ઢીંચણે સુધી કુલેને ઢગ થઈ જાય છે.
કદાચ જે દેવતાઓ દ્વારા નિર્મિત (નિર્માણ કરાયેલ-રચેલ) સમવસરણમાં સચેત પાણ-પુષ્પાદિની વૃષ્ટિ થાય તે સચેત પાણીથી ભીની થએલી પૃથ્વી તથા સચેત કુલેથી આચ્છાદિત સ્થાન પર સાધુ–સાવિ તથા જેઓએ વ્રતો અગીકાર કરી રાખ્યાં છે એવા પ્રતિજ્ઞાધારી શ્રાવક-શ્રાવિકાઓનું આગમન સર્વથા અસંભવ છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર