________________
સુદર્શન ઔર અર્જુનમાલી કા ભગવાન્ કે દર્શન કે લિયે જાના
આ સાંભળીને તે અર્જુનમાલીએ સુદર્શન શ્રમણોપાસકને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! પણ તમારી સાથે શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કરવા માટે આવવા ચાહું છું. સુદર્શને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ હોય તેમ કરે. ત્યારપછી તે સુદર્શન શ્રમણોપાસક અજુનમાલીની સાથે ગુણફિલક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા, અને ત્રણ વાર આદક્ષિણપ્રદક્ષિણપૂર્વક વંદન-નમસ્કાર કરી સેવા કરવા લાગ્યા. ભગવાન મહાવીરે તે બન્નેને ધર્મકથા સંભળાવી. ધર્મકથા સાંભળીને સુદર્શન શ્રમણોપાસક પિતાને ઘેર ચાલ્યા ગયા. (સૂ૦ ૧૬)
અર્જુનમાલી કા દીક્ષા ઔર અભિગ્રહ કા ગ્રહણ કરના
ત્યારપછી તે અજુનમાલીએ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મકથા સાંભળીને અને તેને સારી રીતે હૃદયંગમ કરી હૃષ્ટતુષ્ટહૃદયથી આ પ્રકારે બેલ્થ-હે ભદન્ત! આપ દ્વારા ઉપદિષ્ટ ધર્મકથા સાંભળીને મને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. માટે હું આપની પાસે સંયમ ગ્રહણ કરવા ચાહું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જે પ્રકારે તમને સુખ થાય તેમ કરો. ભગવાનનાં એવાં વચન સાંભળી તે અજુનમાલી ઈશાન કોણમાં ગયા અને પિતાની મેળે પંચમુષ્ટિક લુંચન કરી અનગાર થઈ ગયા. તે અર્જુન અનગાર જે દિવસે પ્રવ્રજિત થયા તેજ દિવસથી શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી આ પ્રકારનું તેમણે અભિગ્રહ લીધું કે હું માવજજીવ અન્તરરહિત છઠ્ઠ છઠ્ઠ પારણા રૂપ તપસ્યાથી મારી આત્માને ભાવિત કરતાં વિચરીશ. એમ અભિગ્રહ લઈને વિચરવા લાગ્યા. (સૂ) ૧૭)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
પર