________________
પ્રભુ આ રાજગૃહ નગરમાં જ્યારે અહીં પધારેલ છે, જ્યારે અહીં વિરાજેલ છે અને સમવસૃત છે તે પણ હું તેમને અહીંથી વંદન નમસ્કાર કરું, તેમની પાસે નહીં જાઉ આ કેમ બની શકે? હું ભગવાનનાં દર્શન માટે જાવાની ઈચ્છા રાખું છું, માટે આપ મને આજ્ઞા આપ કે હું ત્યાં જઈને ભગવાનને વંદન નમસ્કાર કરી સેવા કરૂં (સૂ૦ ૧૧)
ભગવાન કે દર્શન કે લિયે જાતે હુયે સુદર્શન કે સમીપ યક્ષ કા આના
ત્યાર પછી સુદર્શન શેઠને માતાપિતા જ્યારે અનેક પ્રકારની યુકિતઓથી સમજાવી ન શકયા ત્યારે તેમણે અનિચ્છાપૂર્વક તેને આજ્ઞા આપી – હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ થાય તેમ કરે. ત્યાર પછી સુદર્શન શેઠ માતાપિતાની આજ્ઞા મેળવી શુદ્ધ વસ્ત્ર પહેરી, અલંકારોથી વિભૂષિત થઈ ભગવાનનાં દર્શનાર્થે પોતાને ઘેરથી નીકળ્યા અને પગે ચાલીને રાજગૃહ નગરની વચ્ચે વચ્ચે થઈને મુદ્દગરપાણિ યક્ષના યક્ષાયતનની પાસે થઈને જવાને તેમણે નિશ્ચય કર્યો અને ત્યાંથી જવા લાગ્યા. ત્યારે તેને જતા જોઈને તે મુદગરપાણિ યક્ષ ક્રોધથી વિકરાળ બની એક હજાર પલનું લોઢાનું ભુગર ફેરવતે સુદર્શન શેઠની તરફ જવા લાગ્યું. (સૂ) ૧૨ ).
સુદર્શન સેઠકો સાકાર પ્રતિમા ગ્રહણ
ત્યાર પછી તે સુદર્શન શેઠ તે મુદગરપાણિ યક્ષને પોતાની તરફ ઉછળતે આવતે જોઈને પણ ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષેભથી દૂર જ રહ્યા તેમનું હૃદય જરા પણ વિચલિત અને સંબ્રાન્ત ન થયું. તેમણે નિર્ભય થઈને પિતાના વસ્ત્રના છેડાથી ભૂમિને પ્રમાજિત કરી (વાળી) અને મુખ પર ઉત્તરસંગ ધારણ કર્યું તથા પૂર્વ દિશા તરફ મેટું રાખી બેસી ગયા, અને ડાબા પગને ઊંચે કરી બેઉ હાથ જોડી મસ્તક ઉપર અંજલિપુટ રાખી બોલ્યા – નમસ્કાર છે તે અહંતોને કે જે મોક્ષમાં પધારી ગયા છે, અને વર્તમાન અહંનેને પણ નમસ્કાર છે જે મોક્ષમાં પધારવાના છે. પહેલાં મેં ભગવાન મહાવીરની પાસે પૂલ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ લીધેલું, એટલે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્વદારસંતોષ, અને ઈચ્છાપરિમાણ આ સ્થૂલ પરિગ્રહરૂપ અણુવ્રતને ધારણ કર્યા હતાંહવે આ સમયે તે પ્રભુની સાક્ષીથી યાજજીવ સર્વપ્રાણાતિપાતને ત્યાગ કરું છું. આ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહને જીવનભર માટે પચ્ચક્ખાણ
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૫૦