________________
પદ્માવતી કા વર્ણન
અથ ચતુર્થ વગે. ત્રીજા વર્ગની સમાપ્તિ પછી ચતુર્થવર્ગના પ્રારંભમાં શ્રી જંબૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ જે મુકિતમાં પધાર્યા તેઓએ આઠમા અંગ શ્રી અન્નકૃત સૂત્રના ત્રીજા વર્ગને જે ભાવ કહ્યા તે મેં આપના શ્રીમુખથી સાંભળ્યા. પછી હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે ચતુર્થ વર્ગના ભાવનું નિરૂપણ ક્યા પ્રકારે કર્યું છે, તે કહેવાની કૃપા કરે.
આ પ્રકારે વિનયશીલ સુશિષ્ય શ્રી જંબુસ્વામીએ પ્રશ્ન કરવાથી શ્રીસુધર્મા સ્વામીએ કહ્યું:- હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામના આઠમા અંગના ચતુર્થ વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, જેમનાં નામ આ પ્રકારે છે
(૧) જાલિ (ર) મયાલિ (૩) ઉપયાલિ (૪) પુરુષસેન (૫) વારિષણ (૬) પ્રદ્યુમ્ન (૭) સામ્બ (૮) અનિરુદ્ધ (૯) સત્યનેમિ તથા (૧૦) દૃઢનેમિ.
હે ભદન્ત ! જે મેક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ચતુર્થ વર્ગમાં દશ અધ્યયનું નિરૂપણ કર્યું છે તે તેઓએ પ્રથમ અધ્યયનને શું ભાવ કહ્યો છે?
શ્રીસુધર્માસ્વામીએ કહ્યું - હે જંબૂ! ભગવાને ચતુર્થ વર્ગના પ્રથમ અધ્યયનને ભાવ આ પ્રકારે કહ્યું છે :
તે કાલ તે સમયે દ્વારાવતી નામે નગરી હતી, (જેનું વર્ણન પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં અપાઈ ગયું છે, અને ત્યાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. (સૂ) ૧)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
३४