________________
ન્તર ષષ્ઠ-ષષ્ઠરૂપે(છઠ છઠ) તપસ્યા દ્વારા અમારા પિતાના આત્માને ભાવિત કરતા કરતા વિચરવાની ઈચ્છા કરીએ છીએ. એવું સાંભળીને ભગવાને તે અનાગારને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમારાં બલ પરાક્રમ અનુસાર જેમ સુખ થાય તેમ કરો, અને પ્રમાદ છેડે. ત્યાર પછી તે છએ અનગાર અહંત અરિષ્ટનેમિની આજ્ઞા લઈ જાવજીવ પછ-ષક તપદ્વારા પિતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. (સૂ) ૭)
ત્યાર પછી એક સમય છઠના પારણામાં તે છએ અનગારોએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી ગૌતમસ્વામીની પેઠે ભગવાનની પાસે આવ્યા અને સવિનય કહ્યું કે-હે ભદન્ત ! આપની આજ્ઞા લઈ ત્રણ સંઘાટકોમાં વિભકત થઈ મુનિઓના કલ્પાનુસાર સામુદાનિક ભિક્ષા માટે અમે દ્વારકામાં જવાની ઈચ્છા કરીએ છીએ. તે છએ અનગારની એવી પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું -- હે દેવાનુપ્રિયે! જેમ સુખ થાય તેમ કરો. ભગવાન અરિષ્ટનેમિ પાસેથી એ પ્રકારે આજ્ઞા મેળવીને તે અનગારેએ વન્દન નમસ્કાર કરી સહસ્સામ્રવનથી બહાર નીકળ્યા, અને ત્રણ સંઘાડા બનાવીને અત્વરિત ગતિ (પારણું જલદી થાય એવી વરારહિત) ચપલતારહિત (અયતનાથી ચાલવું તે ચપલતા કહેવાય), લાભાલાભની ચિંતામાં અસંભ્રાન્તિપૂર્વક (ભિક્ષા મલશે કે નહિ, અગર મલશે તે કયારે મલશે એવા વિચાર રહિત) ભિક્ષાને માટે વિચરવા લાગ્યા. (સૂ) ૮)
તેમાંના બે મુનિઓને એક સંઘાડે દ્વારકા નગરીના ઉચ્ચનીચમધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતે ફરતો રાજા વસુદેવ તથા રાણી દેવકીને ઘેર પહોંચ્યા. તે સંઘાડા (તે બે મુનિઓ) ને પિતાને ત્યાં આવતો જોઈ દેવકી મહારાણી આસનથી ઉઠયા અને સાત આઠ ડગલાં તેમની સામે ગયા. તે બેઉ અનગારના અકસ્માતુ આગમનથી હર્ષિત થઈ મનમાં બોલ્યા હું ધન્ય છું કે મારે ઘેર અનગાર આવ્યા–આ હેતુથી સંતુષ્ટ ચિત્ત થવાથી તે બહુ આનંદિત થયા, મુનિઓના પધારવાથી તેના અંત:કરણમાં અપૂર્વ પ્રેમ પ્રગટો તથા મન અત્યન્ત પ્રસન્ન થયું, અને તેનું હૃદય હર્ષના અતિરેક (આધિકય)થી ઉછળવા લાગ્યું, અર્થાત્ દેવકી મહરાણું બહુજ આનંદિત થયા અને વિધિપૂર્વક વન્દના કરી પછી બંને મુનિએને વિનંતી કરી રસોડામાં લઈ ગયા. અને સિંહકેસર મેદાને થાળ ભરીને લાવ્યા
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર
૧૫