________________
ડિને બધાને વસ્ત્રો વગેરે આપીને સત્કાર કર્યો, સત્કાર કરીને તેણે તેમનું સ્વાગત વચન વડે સન્માન કર્યું. સન્માન કર્યા બાદ તેણે પોતાના સાગર પુત્રને સ્નાન કરાવ્યું સ્નાન કરાવીને તેણે તેને બધા અલંકારોથી શણગાર્યો, શણગારીને તેણે તેને પુરુષ–સહસ્ત્રવાહિની પાલખીમાં બેસાડ. ત્યારપછી મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધીઓને સાથે લઈને તે પિતાના સંપૂર્ણ વૈભવની સાથે પિતાના ઘેરથી નીક-નીકળીને ચંપા નગરીની વચ્ચે થઈને તે જ્યાં સાગરદત્તનું ઘર હતું ત્યાં પહોંચ્છે.
( उवागच्छित्ता सीयाओ पच्चोरुहावेइ, पच्चोरुहावित्ता सागरगं दारगं सा. गरदत्तस्स सत्य. उवणेइ, तएणं, सागरदत्ते सस्थवाहे विपुलअसणपाणखाइम साइमं उवक्खडावेइ, उवक्खडाविता जाव सम्माणत्ता सागरगं दारगं सूमालियाए दारियाए सद्धिं पट्टयं, दुरूहावेइ, दुरूहावित्ता सेयापीएहिं कल सेहिं मज्जावेइ, मज्जावित्ता अग्गिहोमं करावेइ, फरावित्ता सागरदारयं सूमालियाए दारियाए पाणि गिहावेइ)
ત્યાં પહોંચીને તેણે પિતાના પુત્ર સાગરને પાલખીમાંથી નીચે ઉતાર્યો અને ઉતારીને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. સાગરદન સાર્થવાહે પણ પહેલેથી જ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતને આહાર તૈયાર કરાવીને રાખ્યો હતો. તેણે મિત્ર વગેરે કેની સાથે જીનદત્ત સાર્થવાહને આનંદની સાથે જમાડયા અને ત્યારપછી તેણે સૌને સત્કાર તેમજ સન્માન કર્યું. સત્કાર અને સન્માન કર્યા બાદ સાગરદત્તે સાગરદારકને પિતાની પુત્રી સુકુમારિકાની સાથે એક પટ્ટક ઉપર બેસાડ. બેસાડીને સોના-ચાંદીના કળશેથી તેમને અભિષેક કરાવડાવ્યું. અભિષેકનું કામ પૂરું થયા બાદ તેણે અગ્નિહામ કરાવ્યું. અસિહોમની વિધિ પૂરી થઈ ગઈ ત્યારે સાગરદત્તે પોતાની પુત્રી સુકુમારિકાને સાગરની સાથે હસ્તમેળાપ કરાવી દીધે એટલે કે લગ્ન કરાવી દીધાં. તે સૂ. ૮
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૮૫