________________
પહેરે છે તેનું નામ ચીરિક છે. ચામડાને જે વસા તરીકે પહેરવામાં કામમાં લે છે તે ચર્મ ખંડિત છે. બીજાઓ વડે લાવવામાં આવેલી ભિક્ષાથી જે પિતાનું ઉદર પોષણ કરે છે તે ભિક્ષેડ છે. પિતાના શરીર ઉપર જે રાખ ચોળે છે તે પાંડુરંગ છે. બળદને સાથે લઈને જેઓ બીજાઓના ઘરોથી અનાજ માંગે છે તેઓ ગૌતમ કહેવાય છે. રાજા દિલીપની જેમ જેઓ ગાયની સેવા કરવામાં વ્યસ્ત રહે છે-જ્યારે ગાય બેસે છે ત્યારે તેઓ બેસે છે, જ્યારે ગાય ઉભી થાય છે ત્યારે તેઓ પણ ઊભા થઈ જાય છે વગેરે રૂપમાં જેઓ ગેચર્યાનુકારી જન હોય છે તેઓ ગવતિક કહેવાય છે. ગૃહસ્થ ધર્મજ ખરેખર ઉત્તમ ધર્મ છે આમ ચોક્કસ પણે માનીને તેમાં દત્ત ચિત્ત રહે છે તેઓ ગૃહિધર્મ ચિંતક છે. જેમકે –ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયો નથી અને આગળ ભવિષ્યમાં થવાની સંભાવના પણ નથી. જેઓ શૂરવીર માણસ હોય છે તેઓ જ આ ધર્મનું પાલન કરે છે. પાખંડ ધર્મને પાલન કરનારા માણસો શરવી નથી પણ તેઓ તે નપુંસક છે. ગૃહસ્થીઓની આ જાતની માન્યતા હોય છે. અવિરુદ્ધ શબ્દને અર્થ કિયાવાદી છે. કેમ કે એ કઈ પણ માણસથી વિરુદ્ધ આચરણ કરતા નથી તેઓ બધાની સાથે સરખી રીતે વિનયપૂર્ણ વ્યવહાર કરે છે. વિરુદ્ધ શબ્દનો અર્થ અક્રિયાવાદી છે. અક્રિયાવાદી લેકે પરલેક જેવી વસ્તુમાં વિશ્વાસ કરતા જ નથી. વૃદ્ધ શ્રાવક-બ્રાહ્મણ અને સ્પષ્ટ કરે છે કેમ કે એ પહેલાં ભરત ચક્રવર્તીના વખતે શ્રાવક હતા ત્યાર પછી એ બ્રાહ્મણ થઈ ગયા એટલા માટે “વૃઢ wifજો ઃ શ્રાવ : વૃદ્ધ શ્રાવ: ” આ વ્યુત્પત્તિ મુજબ વૃદ્ધ શ્રાવક શબ્દ બ્રાહ્મણ અર્થને વાચક થઈ જાય છે. બીજા શેષ શબ્દના અર્થ તે સ્પષ્ટ જ છે. સૂત્ર “ ૨” ||
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
પ૦