________________ કાઠિયાવાડ પ્રાંતમાં રાજકોટ નામે એક સરસ રમ્ય નગર છે. તેમાં ઠારી હરગોવિંદ કાકા રહે છે. તેમની સુશીલ પત્નીનું નામ રુકિમણી છે. તેઓ ગૃહકાર્યમાં બહુ જ ચતુર છે, ધર્માત્મા તેમજ શાંતિ પ્રિયા પણ છે. તેઓ ગરીબ દુઃખીઓના ઉપર હમેશાં દયાભાવ રાખે છે. કાકાને કુળદીપક એક દિનેશચંદ્ર નામે પુત્ર અને જિતુ નામે એક કન્યા છે. આ બંને માતાપિતાનાં પ્રમેહનાં આશ્રયસ્થાને છે. મેં ઘાસીલાલ મુનિરાજે તેમના જ વ્યાખ્યાન ભવનમાં રહીને વિકમ સંવત 2004 રવિવાર માઘ શુકલા પંચમીના દિવસે જ્ઞાતાધર્મકથીગ સૂત્રની આ ટીકા રચીને પૂરી કરી છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ 03 364