________________
લે જ છે કે કાલી દેવીની સ્થિતિ ૨ા પલ્યની હતી અને આ શુંભ દેવીની સ્થિતિ ૩ પલ્યની હતી. આ પ્રમાણે હે જંબૂ ! આ બીજા વર્ગના પ્રથમ અધ્યયનને આ નિક્ષેપક છે. આ પ્રમાણે જ નિશુંભા, રંભા, નિરંભા અને મદના નામના ચાર અધ્યયને પણ જાણી લેવા જોઈએ. એમનામાં વિશેષતા ફક્ત એટલી જ છે કે અહીં જે માતાપિતા છે તે પુત્રીને જેવા જ નામવાળા છે. જેમકે નિશુંભાના પિતાનું નામ નિશુંભ, માતાનું નામ નિશુંભશ્રી. રંભા ના પિતાનું નામ રંભ, માતાનું નામ રંભશ્રી નિરંભાના પિતાનું નામ નિરંભ, માતાનું નામ નિરંભશ્રી, મદનાના પિતાનું નામ મદન અને માતાનું નામ મદનશ્રી, આ બધા ગાથા પતિએ છે આ પ્રમાણે બીજા વર્ગને નિક્ષેપક ઉપસંહાર છે.
| બીજે વર્ગ સમાપ્ત
અલાદિ દેવિક ચરિત્રકા વર્ણન
ત્રીજે વર્ગ પ્રારંભ– उक्खेव ओ तइयवास' इत्यादि
ટીકાર્થ–ત્રીજા વર્ગનું પ્રારંભ વાકય પ્રબંધ આ પ્રમાણે છે-એટલે કે સુધર્મા સ્વામીને જંબૂ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિ મેળવી લીધી છે. આ ત્રીજા વર્ગના કેટલાં અધ્ય. યન પ્રજ્ઞપ્ત કર્યા છે ત્યારે સુધર્મા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું –
( एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तइयरस वग्गस्स चउपणं अज्झयणा पन्नता-तं जहा पढमे अज्झयणे जाव चउपण्णइ मे अन्झयणे जइणं भंते ! समणेणं जाव संपत्तेणं धम्मकहाणं तइयस्स वग्गस्स चउपनज्झययणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अढे gur ?)
હે જંબૂ ! સાંભળો, મુક્તિ પ્રાપ્ત કરેલા તે શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા વર્ગના અલાદિક ૫૪ અધ્યયને પ્રજ્ઞપ્ત કર્યા છે. જંબૂ સ્વામી ફરી પ્રશ્ન કરે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૩૪૮