________________
तत्थणं आमलकप्पाए नयरीए काले नाम गाहावई होत्था अड जाव अपरिभूए )
તેઓ કહે છે કે હે ગૌતમ! સાંભળે, તમારા પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે છે-કે તે કાળે અને તે સમયે આ જ બુદ્વિપ નામના કપમાં ભારત વર્ષમાં આમલક૫ નામની નગરી હતી. નગરીના વર્ણન વિષેને પાઠ અહીં
ઔપપાતિક સૂત્ર વડે જાણી લેવો જોઈએ તે નગરીમાં એક ઉદ્યાન હતું. તેનું નામ આમ્રશાલ વન હતું. તે નગરીના રાજાનું નામ જીતશત્રુ હતું. તે આમલકલ્પા નગરીમાં કાલા નામે ગાથાપતિ રહેતો હતો. તે ધનધાન્ય વગેરેથી સવિશેષ સમૃદ્ધ હતું અને સમાજમાં તેની સારી એવી પ્રતિષ્ઠા હતી.
(तस्स णं कालस्स गाहावइस्स कालसिरीणामं भारिया होत्था, सुकुमाल जाय सुरू या, तस्स णं कालस्स गाहावइस्स धूया कालसिरीए भारियाए अत्तया काली णामं दारिया होत्था बुट्टा युकुमारी, जुण्णा जुण्ण कुमारी, पडि यपूयत्थणी णिविन्नवरा, वरपरिवज्जिया याचि होत्था )।
તે કાલ ગાથા પતિની કાલશ્રી નામે ભાર્યા હતી. તેના હાથ-પગ વગેરે અને બધા અંગે તેમજ ઉપાંગો સવિશેષ સુકોમળ હતાં. દેખાવમાં તે બહુ જ સુંદર હતી. કાલ ગાથા યતિની આ કાલશ્રીના ગર્ભથી જન્મ પામેલી એક કાલી નામે દારિકા (પુત્રી) પણ હતી. તે મોટી ઉંમરની થઈ ચૂકી હતી. તેનું લગ્ન પણ થયું નહોતું. એથી કુમારિકાની અવસ્થામાં જ તે ડેરી જેવી બહુ ઉંમરે પહોંચેલી થઈ ગઈ હતી. બહુ ઉંમરે પહોંચેલી હેવા બદલ તેનું શરીર પણ જીર્ણ થઈ ચૂકયું હતું. એથી કુમારિકાની અવસ્થામાં જ તે જીર્ણ કુમારિકા બની ગઈ હતી તેના નિતંબ અને સ્તને બંને સાવ ઢીલા થઈ ગયા હતા, નીચે લટકવા લાગ્યા હતા. વરને વરણ કરવા રૂપ કાર્યથી તે વિરક્ત બની ગઈ હતી એથી તે વર પરિવર્જિત હતી. તે એકદમ પતિ વગરની હતી.
( तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए आइगरे जहा पद्धमाणसामी जयरं णयहत्थुस्सेहे सोलसहि समणसाहस्सीहिं अकृत्तीसाए अज्जिया
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૩૨૯