________________
ધર્મને ઉપદેશ સાંભળે છે અને તે મને ગમી ગયે છે, એટલા માટે તમારી આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. પદિલાની આ જાતની વાત સાંભળીને તેતલિપુત્રે તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે દીક્ષિત થઈને
જ્યારે કાળના સમયે કાળ કરશે અને અન્યતર દેવલેકમાં દેવતાના પર્યાયથી જન્મ પામશે ત્યારે જે તમે હે દેવાનુપ્રિયે ! ત્યાંથી આવીને મને કેવળિ પ્રાપ્ત ધર્મ સમજાવે તે હું તમને અત્યારે ખુશીથી પ્રવજીત થવાની આજ્ઞા આપી શકું તેમ છું.
(अहं णं तुम ममं णं संबोहेसि तो ते ण विसज्जेमि तएणं सा पोटिला तेयलिपुत्तस्स एयमढे पडिसुणेइ, ततः खलु तेतलिपुत्ते विपुलं असणं ४ उवक्खडावेड, उपक्खडावित्ता, मित्तणाइ जाव आमतेइ, आमंतित्ता, मित्तणाइ सम्माणित्ता पोहिलं हायं जाव पुरिससहस्सवाहिणि सीयं दुरूहइ दुरूहित्ता मित्तणाइ जाव संपडिवुडे सविडोए जाव रवेणं तेयलिपुरस्स मज्झं मज्झेणं जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ)
જો તમે મને સંઘશે નહિ એટલે કે જે તમે મને કેવળિ પ્રજ્ઞપ્ત ધર્મને સમજાવવાની પ્રતિજ્ઞા કરશે નહિ તે તમને હું કઈપણ સંજોગોમાં પણ દીક્ષા સ્વીકારવાની આજ્ઞા આપીશ નહિ. આ રીતે કહેવાથી પિહિલાએ તેતલિપુત્રના કથનને સ્વીકારી લીધું એટલે કે પિટ્ટિલાએ તેમને આ પ્રમાણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને કહ્યું કે હું દેવલોકમાં જઈશ અને ત્યાંથી આવીને તમને ધર્મને બાધ આપીશ. આમ જ્યારે પિદિલાએ સ્વીકારી લીધું ત્યારપછી તેતલિપુત્રે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરેના રૂપમાં ચાર જાતના આહારે બનાવડાવ્યા અને ત્યારબાદ તેણે પિતાના મિત્ર, જ્ઞાતિ, વગેરે સ્વજનેને આમંત્રણ આપ્યું. મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધી પરિજનને આમંત્રણ આપીને યાવત અશનપાન વગેરે ચાર જાતના આહારથી તેમનું સન્માન કરીને તેણે પિફ્રિલાને સ્નાન કરાવડાવ્યું અને યાવત તેને પુરુષ સહસવાહિની પાલખીમાં બેસાડી.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩