________________
'जइण भते ! समणेण भगवया महावीरेणટીકાર્થ–બૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે :
( जणं भंते ! समणेणं भगवया महावीरेणं जाय संपत्तेणं अट्ठारसमस्स णायज्झयणस्स अयमढे पण्णते एगूणवीसइमस्स णायज्झयणस्स के अटे पण्णत्ते ?)
હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે સિદ્ધિગતિ નામક મુક્તિસ્થાનને મેળવી લીધું છે-અઢારમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપમાં અર્થ નિરૂપિત કર્યો છે ત્યારે તે જ શ્રમણ ભગવાન મહાવીરે ઓગણીસમાં જ્ઞાતાધ્યયનને શે ભાવ-અર્થ નિરૂપિત કર્યો છે?
(एवं खलु जंबू ! तेणं कालेगं तेणं समएणं इहेय जंबू दीवे दीवे पुव्यविदेवासे सीयाए प्रहाणईए उत्तरिल्ले कूले नीलवंतस्स दाहिणेणं उत्तरिल्लस्स सीयामुहवणसंडस्स पच्चस्थिमेणं एगसेलगस्स चक्रवारपव्ययस्स पुरस्थिमेणं एत्थणं पुक्खलावद णामं पिजए पण्णत्ते)
આ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્મા તેમને કહેવા લાગ્યા કે હે જંબૂ ! સાંભળે, તમારા સવાલને જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે આ જંબુદ્વીપ નામક દ્વીપમાં પૂર્વ વિદેહ ક્ષેત્રમાં, શીતા મહા નદીના ઉત્તર દિશા તરફના કિનારા ઉપર આવેલા નીલ પતના દક્ષિણ દિગુભાગમાં તેમજ ઉત્તર દિશામાં આવેલા સીતા મુખવનખંડના પશ્ચિમ ભાગમાં, તેમજ એક શિક્ષક નામવાળા વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં પુષ્કલાવતી નામે એક વિજય છે. સીતા મુખવન-ખંડને અર્થ આમ સમજવો જોઈએ કે જ્યાંથી શીતા નદી નીકળી છે, તે ઉદ્દગમ સ્થાન ઉપર એક વનખંડ છે. મધ્ય જબૂદ્વીપ અને મેરૂપર્વતની પાસે આવેલ એકશૈલક નામે વક્ષસ્કાર પર્વત છે.
(तत्थणं पुंडरिगिणीणामं रायहाणी पन्नत्ता, णय जोयणवित्थिण्णा दुवालसजोयणायामा, जाय पच्चक्खं देवलोयभूया पासाईया, दरसणिज्जा अभिरूवा पडिरूवा)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૦૩