________________
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाय संपत्तेणं अट्ठारसमस्स णायज्झयणस्स अयमढे पण्णणेतिबेमि )
આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચુકયા છે–આ અઢારમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપથી અર્થ પ્રરૂપિત કર્યો છે. આવું જે મેં કહ્યું છે, તે તેમના જ શ્રીમુખથી નીકળેલી વાણીને સાંભળીને જ કહ્યું છે. પોતાના તરફથી ઉમેરીને મેં કહ્યું નથી. કે સૂત્ર ૯ છે શ્રી જૈનાચાર્ય જૈનનધર્મ દિવાકર પૂજય શ્રી ઘસીલાલજી મહારાજ કૃત “જ્ઞાતાધર્મકથાસૂત્ર” ની અનગારધર્મામૃતવર્ષિણી વ્યાખ્યાનું
અઢારમું અધ્યયન સમાપ્ત છે ૧૮ છે
પુંડરીક-કંડરીક મુનિકે ચરિત્રકા વર્ણન
પુણ્ડરીક-કણ્ડરીક નામે ઓગણીસમું અધ્યયન પ્રારંભ અઢારમું અધ્યયન પુરું થઈ ગયું છે હવે ઓગણીસમું અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનને એના પૂર્વના અધ્યયનની સાથે આ જાતને સંબંધ છે કે પૂર્વ અધ્યયનમાં અસંવૃતાસૂવ અથવા સંવૃતાસવવાળા પ્રાણીને અર્થ અને અનર્થની પ્રાપ્તિ થાય છે, તે વાતનું સમર્થન કરવામાં આવ્યું છે. એટલે કે અસંવરવાળાઓને અનર્થની પ્રાપ્તિ હોય છે અને સંવરવાળાઓને ઈષ્ટ–અર્થની પ્રાપ્તિ હોય છે. હવે આ અધ્યયનમાં સૂત્રકાર આ વાતનું સ્પષ્ટીકરણ કરી રહ્યા છે કે જે પ્રાણીઓ ચિરકાળથી એટલે કે બહુ લાંબા વખતથી આસ્રવને સંસ્કૃત કરી દીધું છે, પરંતુ જે તે પાછળથી એટલે કે ભવિષ્યમાં અસંવૃત્તાસવવાળા બની જાય છે તે તેને અનર્થની પ્રાપ્તિ તેમજ થોડા વખત સુધી પણ જેણે આસવને સંવૃત કરી દીધું છે તેને અર્થની પ્રાપ્તિ થાય છે. આ વાતને લઈને આરંભાએલા આ અધ્યયનનું આ પહેલું સૂત્ર છે –
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૦૨