________________
કરવું જોઇએ અહીં ભદ્રક શબ્દને અર્થે અનુકૂળ અને પાપક શબ્દનો અર્થ પ્રતિકૂળ છે. જ્યારે શબ્દરૂપ વિષય શ્રોત્ર ઈન્દ્રિયને હેય તે ભલે તે મને હોય કે અમનેઝ હેય, ગમે તે કેમ ન હોય, તેમાં શ્રમણ-સાધુ-ને કદાપિ તુષ્ટ કે રષ્ટ થવું જોઈએ નહિ. એ ગા. ૧૬
ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત રૂપ જ્યારે તે ઈન્દ્રિય વડે ગ્રહણ કરવામાં આવે ત્યારે તે મને જ્ઞ હેય કે અમને જ્ઞ હેય, શ્રમણને કદાપિ તેમાં હર્ષ વિષાદ-તુષ્ટ-રૂષ્ટ નહિ થવું જોઈએ છે ગા. ૧૭ છે
મને જ્ઞ અને અમનેઝ ગંધ જ્યારે ધ્રાણ ઈન્દ્રિયને વિષય હોય ત્યારે સાધુને તે વિષયમાં કદાપિ તુષ્ટ કે રૂષ્ટ નહિ થવું જોઈએ. જે ૧૮ છે
મને અથવા તે અમનેઝ રસ જ્યારે જીહ્વા ઈન્દ્રિયને વિષય હોય ત્યારે તેમાં શ્રમણ-જનને કદાપિ તુષ્ટ અને રૂષ્ટ થવું જોઈએ નહિ. એ ગા. ૧૯
૮ જાતને સ્પર્શ–ભલે તે અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તેવો કેમ ન હોય જ્યારે જ્યારે તે સ્પર્શન ઇન્દ્રિયને વિષય હોય તેમાં સાધુને કંઈ પણ રીતે કદાપિ તુષ્ટ અને રૂષ્ટ થવું જોઈએ નહિ ! ગા. ૨૦ !
આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેમણે સિદ્ધગતિ નામક સ્થાનને મેળવ્યું છે-આ સત્તરમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપમાં અર્થ પ્રરૂપિત કર્યો છે. આવું હું તેમના કહ્યા મુજબ જ તમને કહી રહ્યો છું. શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણી
વ્યાખ્યાનું સત્તરમું અધ્યયન સમાસ | ૧૭
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૭૩