________________
પમાડનાર નીલા, પીળા વગેરે રંગના ચિત્રોને અને વ્રણ (નાક) ઈન્દ્રિયને સુખ આપે તેવા કાષ્ઠપુટ વગેરે સુગંધિત દ્રવ્યોને વહાણમાંથી નાની નાની હેડીએમાં મૂકીને કાલિક દ્વીપ ઉપર મૂકી દીધી. ત્યારપછી જ્યાં તે જાતિ અશ્વો બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા, આરામ કરતા હતા ત્યાં તે કૌટુંબિક પુરુષે તે હસ્તિશીષ નગરથી લઈ આવેલી વીણાથી માંડીને વૃત્તવિણ સુધીના સાધનેને તેમજ બીજા પણ શ્રોત્ર (કાન) ઇન્દ્રિયને ગમે તેવી સાધન સામગ્રીને મધુર ધ્વનિથી વગાડતાં ત્યાં રોકાઈ ગયા અને–
(तेसिं परिपेरंतेणं पासए ठवेंति, ठवित्ता णिचला, णिप्फंदा, तुसिणीया चिट्ठति, जत्थ २ ते आसा आसयंति वा जाव तुयद्वंति वा तत्थ २ गं ते कोडु बिय पुरिसा बहूणि किण्हाणि य ५ कट्टकम्माणिय जाव संधाइमाणि य अन्नाणि य बहूणि चक्खिदिय पाउग्गाणि य दव्याणि ठवेंति, ठवित्ता तेसि परिपेर तेणं पासए ठवेति ठवित्ता णिच्चला, णिप्फंदा तुसिणीया चिटुंति )
તેમની ચેમેર, ચાર ચાર દિશાઓમાં વીણા વગેરે મૂકી. મૂકીને તેઓ ત્યાં જ નિશ્ચલ-હલન ચલનની ક્રિયાથી રહિત થઈને અંગોને હલાવ્યા વગર ચુપચાપ ત્યાં બેસી ગયા. આ પ્રમાણે જે જે વનમાં અશ્વો ઘડાઓ) બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા, આરામ કરતા હતા તે તે વનમાં તે કૌટુંબિક પુરુષોએ સાથે લાવેલી ઘણી કાળી, નીલી, પીળી રાતી, સફેદ રંગની કાષ્ટકમ વગેરે સંઘતિમ સુધીની બધી વસ્તુઓને કે જેઓ ચક્ષુ (આંખ) ઈન્દ્રિયને સુખ આપનારી હતી તેમજ બીજી પણ ચક્ષુ ઇન્દ્રિયને સુખ આપનારી જેટલી સારી વસ્તુઓ હતી તેમને ભેગી કરી અને અશ્વોની ચોમેર તેમને ગેઠવી દીધી. ગોઠવીને તેઓ ત્યાં જ નિશ્ચલ, નિપંદ થઈને ચુપચાપ ત્યાં જ બેસી ગયા.
( जत्थ २ ते आसा आसयति ४ तत्थ २ णं तेसिं बहूणं फोडपुडाणं य जाव अन्नेसिं च बहूणं घाणिदियपाउग्गाणं दव्वाणं पुजेय पियरे य करेंति,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૬૪