________________
અને મધ્યમ કુલેમાં ગોચરી માટે આવ્યા. તે સમયે તેમણે ઘણુ માણસેના મુખથી એ જાતના સમાચાર સાંભળ્યા કે– __ (एवं देवाणुप्पिया ! अरहा अरिहनेमी उज्जितसेलसिहरे मासिएणं भत्तेणं अपाणएणं पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धि कालगए जाव पहोणे, तएणं ते जुहिडिल्लवज्जा चत्तारि अणगारा बहुजणस्स अंतिए एयमढें सोचा हत्थिकप्पाओ पडिणिक्खमंति)
હે દેવાનુપ્રિયે ! અહત અરિષ્ટનેમિયંત શિલશિખર ઉપર-ગિરનાર પર્વત ઉપર-એક માસના ચારે જાતના આહારના પરિત્યાગ રૂપ ભક્ત પ્રત્યા
ખ્યાનથી પ૩૬ અનગારોની સાથે કાળાત યાવત્ સિદ્ધ, બુદ્ધ, પરિનિવૃત થઈને સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા છે. આ પ્રમાણે ઘણા માણસના મુખથી આ જાતના સમાચાર સાંભળીને તે યુધિષ્ઠિર વગરના ચારે અનગારે તે હસ્તિકલ્પ નગરથી નીકળ્યા. __ (पडिनिक्खमित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव जुहिडिल्ले अणगारे तेणेव उवागच्छति उवागच्छित्ता भत्तपाणं पञ्चक्रांति पञ्चक्खित्ता गमणागमणस्स पडिक्कमंति, पडिकमित्ता एसणमनेसणं आलोएंति, आलोइत्ता भत्तपाणं पडिर्सेति पडिदंसित्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! जाव कालगए तं सेयं खलु अम्हें देवाणुप्पिया ! इमं पुवगहियंभत्तपाणं परिद्ववेत्ता सेत्तुंज पब्वयं सणियं सणियं दुरूहित्तए)
નીકળીને તેઓ જ્યાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું અને તેમાં પણ ત્યાં યુધિષ્ઠિર અનગાર હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તેમની સામે ભક્ત પાનનું પ્રત્યાખ્યાન કરી દીધું. પ્રત્યાખ્યાન કરીને તેમણે ઈર્યાપથની શુદ્ધિ કરી. શુદ્ધિ કરીને એષણ અને અનેષણ કરી, આલેચના કરી. આલેચના કરીને તેમણે લઈ આવેલા તે આહારને યુધિષ્ઠિર અનગારની સામે મૂકીને બતાવ્યું. બતાવ્યા બાદ તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય! અઈત અરિષ્ટનેમિ પ્રભુએ મુક્તિ મેળવી છે એટલા માટે હે દેવાનુપ્રિય!
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૫૦