________________
अहामुहं देवाणुप्पिया ! तएणं ते जुहिटिलपामोक्खा पंच अणगारा, थेरेहिं भगवंतेहिं अभणुनाया समाणा थेरे भगवंते वंदइ णमंसई, वंदित्ता णमंसित्ता थेराणं अंतियाओ पडिणिक्खमंति, मासंमासेणं अणिक्खेत्तेणं तवोकम्मेणं गामाणुगाम दूइज्जमाणा जाव जेणेव हत्थिकप्पे नयरे तेणेव उवा० हथिकप्पस्स बहिया सहसंबवणे उज्जाणे जाब विहरंति तएणं ते जुहिडिल्लवज्जा चत्तारि अणगारा मास खमणपारणए पढमाए पोरसीए सज्झायं करेंति, बीयाए एवं जहा गोयमसामी, णवरं जुहिटिलं आपुच्छंति जाव अडमाणा बहुजणसदं णिसार्मेति )
આ રીતે તેઓએ એકબીજાના વિચારોને સ્વીકારી લીધા, સ્વીકારીને તેઓ જ્યાં સ્થવિર ભગવત હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે તે સ્થવિર ભગવતેને વંદન અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે વિનંતી કરી કે અમે આપ ભગવંતની આજ્ઞા મેળવીને અહં ત નેમિ. નાથ પ્રભુના વંદન માટે સૌરાષ્ટ્ર જનપદમાં જવા ઈચ્છીએ છીએ. ત્યારે તે સ્થવિર ભગતોએ તેમને આ પ્રમાણે આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! “ચથr સુa” તમને જે કામમાં આનંદ પ્રાપ્ત થાય તે કશે. આ પ્રમાણે તે સ્થવિર ભગવાની આજ્ઞા મેળવીને તે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અનગારો તે સ્થવિર ભગવંતેને વંદન તેમજ નમસ્કાર કરીને તેમની પાસેથી આવતા રહ્યા અને સતત માસ ખમણ કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યા. આ રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તે પાંચે અનગારે જ્યાં હસ્તિક૫ નામે નગર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ હસ્તિક૯૫ નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં જઈને મુકામ કર્યો. ત્યારબાદ તે યુધિષ્ઠિર સિવાયના ચારે અનગારો માસક્ષપણ પારણાના દિવસે પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતા, દ્વિતીય પૌરૂષીમાં ધ્યાન કરતા અને તૃતીય પૌરૂષીમાં ગોચરી માટે નીકળતી વખતે પણ અચપળ અસંભ્રાત થઈને સરકમુખવત્રિકાની પ્રતિલેખના કરતા, ભાજન અને વસ્ત્રોની પ્રતિલેખના કરતા, ત્યારબાદ તેમને ઉપાડતા અને ઉપાડીને જેમ ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા મેળવીને ગોચરી માટે નીકળતા તેમજ તેઓ પણ યુધિષ્ઠિરની આજ્ઞા મેળવીને હસ્તિકલ૫ નગરમાં ઉચ્ચ, નીચ,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૨૪૯