________________
तं णं तुम देवाणुप्पिया ! इमं दारगं कणगरहस्स रहस्तियं चेव अणुपुग्वेणं सार. क्खाहिं य संगोवाहि य संवड़हिय )
લઈને તેણે ખેસમાં ઢાંકી દીધું, અને ઢાંકીને છુપી રીતે રણવાસના પાછલા બારણેથી બહાર નીકળી ગયો. બહારનીકળીને જ્યાં પોતાનું ઘર અને પિટ્ટિલા ભાર્યા હતી ત્યાં ગયે. ત્યાં પહોંચીને તેણે પિટ્ટિલા ભાર્યોને એમ કહ્યું કે-હે દેવાનપ્રિયે ! રાજા કનકરથ રાજ્ય વગેરેની બાબતમાં એટલે બધે આસક્ત થઈ ગયે છે કે તે જન્મ પામેલા પિતાના બાળકના અંગેને કપાવીને મારી નાખે છે. મારા હાથમાં જે બાળક છે તે પણ કનકરથ રાજાને જ પુત્ર છે. પદ્માવતી દેવીના ગર્ભમાંથી આને જન્મ થયો છે. એથી હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાને જાણ થાય નહિ તે પ્રમાણે તમે છુપી રીતે આ પુત્રનું રક્ષણ કરતા રહે, પિષણ કરતાં રહે, રાજાની કુદષ્ટિથી એને દૂર રાખતા રહો અને સ્તન્ય પાન એટલે કે દૂધ વગેરે પીવડાવીને એને મોટો કરે.
(तएणं एस दारए उम्सुक्कवालभावे तव य मम य पउमावईए य आहारे भविस्सइ ति कटु पोट्टिलाए, पासे णिविखवइ, णिविखवित्ता पोट्टिलाओ पासाओ विनिहायमावन्नियं दारियं गेण्हइ, गेण्हित्ता उत्तरिज्जेणं पिहेइ, पिहिता, अंतेउरस्स अवदारेणं अणुप्पविसइ)
અને આ રીતે અનુક્રમે મેટે થતા આ બાળક જયારે બચપણ વટાવીને જુવાન થઈ જશે ત્યારે આ માટે, તમારો અને પદ્માવતી દેવીનો આધાર થશે. આ પ્રમાણે કહીને તે તેતલિપુત્ર અમાત્ય તે બાલકને પિફ્રિલાની પાસે મૂકી દીધું અને પદ્દિલાની પાસેથી મરી ગયેલી બાળકીને ઉપાડી લીધી. ઉપાડીને તેને પિતાના પ્રેસથી ઢાંકી દીધી અને ત્યારપછી તે રણવાસના પાછલા બારણેથી પદ્માવતી દેવીના મહેલમાં ગયે.
(अणुप्पविसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता, पउमावईए देवीए पासे ठावेइ, ठावित्ता जाव पडिनिग्गए )
ત્યાં જઈને જ્યાં પદ્માવતી દેવી હતી ત્યાં ગયો અને ત્યાં પહોંચીને તેણે તે મરી ગયેલી બાળકીને પદ્માવતી દેવીના પડખામાં મૂકી દીધી. અને ત્યાં મકીને તે ત્યાંથી પાછો ફર્યો અને ત્યારપછી તે પિતાને ઘેર આવી ગયો.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩