________________
(तएणं सा कोंती पंडुणा एवं वुत्ता समाणि, हत्थिखधं दुरुहइ, दुरूहित्ता जहा हेट्ठा जाव संदिसंतु णं पिउत्था ! किमागमणपओयणं ? तएणं सा कोती कण्हं वासुदेवं एवं वयासी-एवं खलु पुत्ता ! तुमे पंच पंडवा णिव्विसया आणत्ता, तुम चणं दाहिण भरह जाव विदिसं वा गच्छंतु ? तएणं से कण्हे वासुदेवे कोंती देवि एवं वयासी-अपूई वयणा णं पिउत्था उत्तमपुरिसा देवा, बलदेवा, चक्कवट्ठी तं गच्छंतु णं देवाणुप्पिया! पंच पंडवा दाहिणिल्लं वेलाउल्लं तत्थ पडुमहुरं णिवेसंतु ममं अदिवसेवगा भवंतु त्ति कटु कौती देवि सकारेइ, सम्माणेइ, जाव पडिविसज्जेइ)
આ પ્રમાણે પાંડુ વડે આજ્ઞાપિત થયેલી કુંતી દેવી હાથી ઉપર સવાર થઈ અને સવાર થઈને પહેલાં જેમ તે દ્વારાવતી નગરી ગઈ હતી તેમજ અત્યારે પણ પહોંચી. અહીં યાવત્ શબ્દથી આ જાતને પાઠ સમજવો જોઈએ કે જ્યારે કુંતી દ્વારાવતી નગરીમાં આવી ત્યારે કૃષ્ણ વાસુદેવે તેમને ખૂબ જ સત્કાર કર્યો. બહુ જ ઠાઠથી તેમને પ્રવેશોત્સવ ઉજવ્યો. કુંતીએ પણ સ્નાન વગેરે નિત્યકર્મોથી પરવારીને સુખેથી ચતુવિધ આહાર કર્યો. ત્યારપછી વિશ્રામ માટે તેમણે સુખાસન ઉપર આરામ કર્યો. જયારે તેઓ સારી રીતે વિશ્રામ કરી ચૂકયા ત્યારે તેમને કૃષ્ણ વાસુદેવે પૂછયું કે-બેલે, ફઈબા, શા કારણથી તમે અહીં પધાર્યા છે ? ત્યારે કુંતીએ કૃણવાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર ! હું એટલા માટે આવી છું કે તમે પાંચે પાંડવોને પિતાના દેશમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા કરી છે તે આ વિષે મારે આ વાતનું સ્પષ્ટીકરણ કરવું છે કે તમે તો દક્ષિણ ભારતના અધિપતિ છે, તે આવી પરિ. સ્થિતિમાં તમે જ અમને બતાવે કે તેઓ કઈ દિશા કે વિદિશા તરફ જાય ? આ પ્રમાણે કુંતી દેવીના મુખથી બધી વાત સાંભળીને કૃણવાસુદેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે ફઈબા ! વાસુદેવ, બળદેવ અને ચક્રવતી આ બધા ઉત્તમ પુરૂષે અતિ વચનવાળા હોય છે–તેઓ જે કંઈ પણ કહે છે તે એકજ વાર કહે છે તેમાં કઈ પણ જાતનો ફેરફાર થઈ શકતું નથી. એટલા માટે હે દેવાનુપ્રિયે ! પાંચે પાંડ દક્ષિણ સમુદ્ર તરફ જાય અને ત્યાં પાંડુ મથુરા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪૨