________________
હતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓ પાંચે પાંડવાની સાથે એક સ્થાને એકત્ર થયા. એકત્ર થઇને તેમણે પેાતાના સૈન્યના પડાવનું સ્થાન નક્કી કર્યુ”. સ્થાન નક્કી કરીને તેઓ પૌષધશાળામાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઈને તેઓએ લવણુ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનું સ્મરણ કર્યું. ત્યારખાદ જ્યારે કૃષ્ણવાસુદેવને અષ્ટમ ભક્ત પૂરા થઈ રહ્યો હતેા, ત્યારે તે સુસ્થિત દેવ તેમની પાસે આવ્યે અને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! ખેલે, મારા લાયક શું કામ છે ? ( तरणं से कण्हे वासुदेवे सुट्ठियं एवं वयासी एवं खलु देवाणुप्पिया । दोवईदेवी, जात्र पउमनाभस्स भवणंसि साहरिया, तरणं तुमं देवाणुपिया मम पंच पंडवेहिं सद्धिं अपछट्टस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियरेहि, जणं अहं अमरकंका रायहाण दोवईए कूवं गच्छामि, तरणं से मुट्ठिए देवे कण्ह वासुदेवं एवं बयासी कि देवाणुपिया ! जहा चेव पउमणाभस्त रनो पुव्वसंगणं देवेणं दोबई जाव संहरिया, तहा चैव दोवई देवि धायईसंडाओ दवाओ भारहाओ जाब हत्थिणापुरं साहरामि, उदाहु पउमणाभं रायं सपुरबलवाहणं लवणसमुद्दे पक्खिवामि ? )
"
ત્યારે કૃષ્ણ વાસુદેવે તે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાંભળેા, દ્રૌપદી ધ્રુવી યાવત્ પદ્મનાભના ભવનમાં હરણુ કરાઈને રાખ વામાં આવી છે. એટલા માટે હે દેવાનુપ્રિય ! તમે આત્મષષ્ટ? મારા તેમજ પાંચે પાંડવાના છ રથાને લવણ સમુદ્રમાં થઇને પસાર થવા માટે માગ આપે. એટલે કે પાંચે પાંડવાના અને છઠ્ઠા મારા આમ છએ રથાને પસાર થવા માટે રસ્તા આપે. જેથી હું દ્રૌપદી દેવીને પાછા લાવવા માટે અમરક કા રાજધાનીમાં જઈ શકે. ત્યારે સુસ્થિત દેવે તે કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! પદ્મનાભ રાજાના પૂર્વસંગતિક દેવે જેમ દ્રૌપદી દેવીનું યાવત્ હરણ કર્યુ” છે, તેમજ હું પણ દ્રૌપદી દેવીને ધાતકી ખડદ્વીપના ભરત ક્ષેત્રમાંથી યાવતુ હસ્તિનાપુરમાં હરણ કરીને લાવી શકું તેમ છું' અને જો
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૧૮