________________
અંદર ગયા. કુંતીએ ત્યાં પહોંચીને સ્નાન કર્યું અને બલિકમ કર્યું. ત્યાર પછી ચાર જાતના આહાર જમીને જ્યારે તે સુખેથી સ્વસ્થ થઈને બેસી ગયા ત્યારે કૃષ્ણ વાસુદેવે તેમને કહ્યું કે
(संदिसउ णं पिउच्छा ! किमागमणपओयणं ? तएणं सा को ती देवी कण्हं वासुदेवं एवं वयासी एवं खलु पुत्ता ! हथिणाउरे णयरे जुहिडिल्लस्स आगोसतले सुहपसुत्तस्स पासाओ दोवई देवीण णज्जइ, केणइ अवहिया जाव अवक्खित्ता वा त इच्छामि ण पुत्ता ! दोवईए मग्गणगवेसणं करित्तए)
કહો, શા કારણથી તમે અહીં આવ્યા છે ? આ રીતે કૃષ્ણ વાસુદેવના પ્રશ્નને સાંભળીને કુંતી દેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! સાંભળો, હું એટલા માટે અહીં આવી છું કે હસ્તિનાપુર નગરમાં મહેલની અગાશી ઉપરથી સુખેથી સૂતેલા યુધિષ્ઠિરની પાસેથી ન જાણે કે દ્રૌપદી દેવીનું હરણ કરી લીધું છે યાવત કેઈ કૂવામાં એ કે ખાડામાં નાખી દીધી છે. એથી હે પુત્ર ! હું ઈચ્છું છું કે—દ્રૌપદી દેવીની શોધખેળ થવી જોઈએ.
(तएणं से कण्हे वासुदेवे कोत पिउच्छिं एवं वयासी जं णवर पिउण्छा दोवइए देवीए कत्थई सुइ वा जाव लभामि तो णं अह पायालाओ वा भवणाओ अद्ध भरहाओ वा, समंतओ दोवई साहत्थि उवणेमित्ति कटु को ती पिउच्छि सकारेइ सम्माणेइ, जाव पडिविसज्जेइ, तएणं सा कोती देवो कण्हेणं वासुदेवेणं पडिविसज्जिया समाणी जामेव दिसि पाउ० तामेव दिसि पडिगया )
ત્યારે કૃષ્ણ વાસુદેવે પિતાના ફેઈ કુંતી દેવીને આ પ્રમાણે કહ્યું કે હે ફાઈ ! હું વધારે શું કહું, દ્રૌપદી દેવીની જે હું કઈ પણ સ્થાને શ્રુતિ, શ્રુતિ અને પ્રવૃત્તિ મેળવી લઈશ તો ભલે તે પાતાળમાં હોય, કોઈના ભવનમાં હોય કે અધ ભરત ક્ષેત્રમાં ગમે ત્યાં કેમ ન હોય તે દ્રૌપદી દેવીને ગમે ત્યાંથી હું લાવી આપને આપીશ તેમ છું. આ પ્રમાણે કહીને તે કૃષ્ણ વાસુદેવે પિતાના ફેઈ પિતૃશ્વસા-કુંતીદેવીને સત્કાર કર્યો અને સન્માન કર્યું. સરકાર તેમજ સન્માન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૧૩