________________
પાંચે પાંડ માટે પાંચ ઉત્તમ મહેલ બનાવડાવે. મહેલ ઊંચા હોવા જોઈએ. આ મહેલનું વર્ણન પહેલા અધ્યયનમાં વર્ણવવામાં આવેલા મેઘ કુમારોના મહેલો જેવું જાણી લેવું જોઈએ. યાવતુ આ બધા મહેલે ઘણું સેંકડો થાંભલાઓથી યુક્ત તેમજ શોભા તથા સૌંદર્ય સંપન્ન હોવા જોઈએ. ( તાજ રે
કુંવિરપુરિણા પતિ રાવ ) આ જાતની રાજાની આજ્ઞાને કૌટુંબિક પુરૂષોએ સ્વીકારી લીધી અને હસ્તિનાપુર જઈને તેઓએ કહેવા મુજબ જ પાંચ મહેલ તૈયાર કરાવી દીધા.
(तएणं से पंडुए पंचहिं पंडवेहिं दोवइए देवीए सद्धिं हयगयसंपरिखुडे कंपिल्लपुराओ पडिनिक्खमइ २ जेणेव हत्थिणाउरे तेणेव उवागए)
ત્યારપછી તે પાંડુ રાજા પાંચે પાંડ અને દ્રૌપદી દેવીને લઈને સાથે ઘેડા, હાથી વગેરેની ચતુરંગિણું સેનાની સાથે કપિલ્યપુર નગરની બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં હરિજાનાપુર નગર હતું ત્યાં પહોંચ્યા.
(तएणं से पंडुराया तेसि वासुदेवपामोक्रवाणं आगमणं जाणित्ता कोडुंबिय. सदावेइ, सदावित्ता एवं वयासी-गच्छह णं तुम्भे देवाणुप्पिया ! हथिगाउरस्स नयरस्स बहिया वासुदेवपामोक्वाणं बहूर्ण रायसहस्साणं आवासे करेह )
ત્યાં આવીને તે પાંડુ રાજાએ તે વાસુદેવ પ્રમુખ હજારે રાજાને આવી ગયેલા જાણીને પિતાના કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે લેકે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓને રહેવા માટે આવાસો બનો.
(अणेगवंभसय० तहेव जाव पचप्पिणति, तए णं ते वासुदेवपामोक्खा वहवे रायसहस्सा जेणेव हस्थिणाउरे तेणेव उवागच्छंति)
આ બધા આવાસો સેંકડો સ્તથી યુક્ત હોવા જોઈએ. આ રીતે પાંડુ રાજાએ જે જાતના આવાસો બનાવડાવવાને હુકમ કર્યો હતે તે કૌટુંબિક પુરૂએ તે જ જાતના આવા બનાવડાવી દીધા અને બનાવડાવીને કામ પુરું થઈ જવાની રાજાને ખબર આપી ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ હજારો રાજાએ જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં આવી ગયા,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૪